ગ્રામીણ ટુડે ન્યુઝ ઇમ્પેક્ટ, કારોના કહેરમાં માનવતાની મહેક
નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનું ગીચડ ગામે આગજનીના બીજા જ દિવસે તંત્ર દ્વારા ભોગ બનનારાઓને તાત્કાલિક સહાય; ડેડીયાપાડા તાલુકા પંચાયત અને સ્થાનિક MLA. મહેશભાઈ વસાવાએ ઘરવખરીની તત્કાલિક મદદ આપી મહેકાવી માનવતાં: ફાયર ફાયટર કરતાં પહેલા પોહ્ચિ મદદ! એમ કહેવું અતિરેક નથી, વાહ તંત્ર ઉમદા કામગીરીની પ્રશંસા:
ગ્રામીણ ટુડે, નર્મદા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા, એક્સક્લુઝિવ
ગીચડ ગામનાં દરેક આગજનીનાં ભોગ બનનાર ૯ પરિવારોને તાલુકા પંચાયત દ્વારા રાહત ફંડમાંથી ઘર દિઠ રૂપિયા ૯૯૪૧૦/-નાં સહાય ચેક કરાયા વિતરણ, સાથે જન જીવન ફરીથી બેઠું થાય માટે ૧૦૦૦૦/-ની સહાય કીટ અપાય; અને હાથ ખર્ચ માટે વધુ ૫૦૦૦/- રૂપિયાની રોકડ મદદ, ડેડીયાપાડા તાલુકા પંચાયત, mla મહેશભાઈ વાસવાની તત્કાલીન મદદની ઉમદા કામગીરી સાચેજ બિરદાવવા લાયક છે, સાથોસાથ ફાયર સ્ટેશનની જરૂરત બાબતે જલ્દીથી રજૂઆત કરવાંમાં આવશે; અને અપીલ કરી હતીકે હજુ પણ જરૂરતમંદ ભોગ બનનારા લોકોને સંસ્થાઓ અને અન્ય લોકો મદદ પોહ્ચાડે, નોધનીય છે કે હજુ સુધી આપણી સંવેદનશીલ રાજ્ય સરકારનાં માયાળું ધ્યાને ગીચડ ગામની આગજની ઘટનામાં ભોગ બનનારાઓનું લીસ્ટ પોહચી ગયું હશે? જલ્દી રાજ્ય સરકાર પણ આદિવાસી પરિવારોની મદદે આવશેઃ અને આદિવાસી લોકોને આપશે ન્યાય!