વિશેષ મુલાકાત

હયાત તળાવોનાં પાણીનાં સેમ્પલીંગની કામગીરી તત્કાલ હાથધરીને સમયસર પૂર્ણ કરવા આદેશ: જિલ્લા કલેક્ટરશ્રી

નર્મદા જિલ્લામાંના ૧૯૦ તળાવ વિનાના ગામોમાં તળાવોના આયોજનની સત્વરે કામગીરી હાથધરી તેનો અહેવાલ રજૂ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને અપાયેલી સુચના:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા.

જિલ્લામાં ૧૯૦ તળાવ વિનાના ગામોમાં તળાવોના આયોજનની સત્વરે કામગીરી હાથધરી તેનો અહેવાલ રજૂ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને અપાયેલી સુચના:

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપણા હેઠળ  NGT અંતર્ગત “એક ગામ એક તળાવ” સંદર્ભે યોજાયેલી બેઠક

રાજપીપલા, ગુરૂવાર :- જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ નર્મદા જિલ્લાના ૩૬૮ ગામોના હયાત તળાવોના પાણીની સેમ્પલીંગની કામગીરી સત્વરે હાથધરી સમયસર પૂર્ણ થાય તે જોવાનો અનુરોધ કરી જિલ્લામાં તળાવ વિનાના ૧૯૦ તળાવ ગામોમાં નવા ગામ તળાવોના આયોજનની કામગીરી સત્વરે હાથધરી તે અંગેનો અહેવાલ જિલ્લા પ્રશાસનને સમયસર રજૂ કરવા શ્રી કોઠારી દ્વારા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના અપાઇ હતી.

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે NGT અંતર્ગત “એક ગામ એક તળાવ” સંદર્ભે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી કોઠારીએ તળાવોની આજુબાજુના દબાણ દુર કરવા, તળાવોની આસપાસ Green belt ઉભુ કરવા, તળાવોની આસપાસ જૈવિક વિવિધતા પાર્ક ઉભા કરવા, તળાવોની આજુબાજુ ઠાલવવામાં આવતા કચરાનો નિકાલ કરાવવા તેમજ તળાવોની હદ નક્કી કરી હદ નિશાન નક્કી કરવા, તમામ તળાવોને યુ.આઇ.ડી નંબર આપવા, નવા Harvesting Structure તળાવ ઉભા કરવા અને વરસાદી પાણીનો ઉપયોગ અને જાળવણી અને દરેક તળાવોનું વધારાનું પાણી માટે હાર્વેસ્ટીંગ ટેક્નીકનો ઉપયોગ કરવાની સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી તેમજ સમયસર આયોજન કરીને રિપોર્ટ કરવા અમલીકરણ અધિકારીશ્રોઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડીંડોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.જે.તાવિયાડ, જિલ્લા કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારીશ્રી એચ.કે.ગઢવી, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા, જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આર.બી.કટારા, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જ્યશેભાઇ પટેલ, ભરૂચના GPCBના રિજિયોનલ ઓફીસરશ્રીઆર.આર.વ્યાસસહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है