શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વ વિરાટ પ્રતિમાને લઈ દુનિયાના નકશામાં અંકિત થવા સાથે વિશ્વની 8 મી અજાયબી બની ગયું છે, વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કેવડિયા ખાતે રૂપિયા 62 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ રોપ વે માટે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી ટેન્ડર જારી કરી દેવાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ સાઇટ કેવડિયા ખાતે એક બાદ એક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં સફારી પાર્ક,કેટર્સ ગાર્ડન,ફ્લાવર ઓફ વેલી,રિવર રાફટિંગ, બટરફ્લાય ગાર્ડન,ટેન્ટ સિટી,એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની સુવિધા, આકર્ષણમાં હવે વિશ્વકક્ષાનું વધુ એક નજરાણું સરકાર ઉમેરવા જઈ રહી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 4000 કરોડનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હોવા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ અને દેશના 182 રજવાડાને એક કરવા અપાયેલી યોગદાનની અંજલિ રૂપ છે, આ રોપવેના નિમૉણ બાદ પ્રવાસીઓ આહલાદક નજારોનો લાહવો માણી શકશે.