શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ચેકમેટ સર્વિસ પ્રા. લિમિટેડ ની સિક્યુરિટી સુરવાઈઝર અને ગાર્ડ ની ભરતી ના નામે છેતરપીંડી:
ડેડીયાપાડા માં તા.27 નવેમ્બર ના રોજ ચેકમેટ સર્વિસેસ પ્રા. લિમિટેડ દ્વારા સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડસ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી. ડેડીયાપાડા તાલુકાના આશરે 60 જેટલા યુવાનો ને આ ભરતીની જાણ થતાં શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની તૈયારી સાથે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગયા હતા. પરંતુ ત્યાં આ કંપની ના કોઈ જ કર્મચારી ન હતા. અને શાળા સંચાલક ને પૂછતા અમે કોઈ કપની ને પરવાનગી આપેલ નથી, અને કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. જાહેરાત પત્રિકા માં જણાવેલ મોબાઇલ નંબર પર ફોન કરતા એમના તરફ થી ડેડીયાપાડા ની ભરતી થઈ ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી યુવાનો પોતે છેતરાયા હોવાનુ માલુમ પડતા, તેમને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન અને મામલતદાર ને આવેદન આપ્યુ હતું. શિક્ષિત બેરોજગાર યુવાનો નો કિંમતી સમય બગાડી તેમની સાથે મજાક કરાતા આવા લે ભાગુ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ભરતીના સ્થળે પહોંચતા ત્યાં કંપનીના કોઈ કર્મચારીઓ ન દેખાતા અમે પૂછતાછ કરી હતી. શાળા ના સંચાલક મારફતે એવી કોઈ ભરતીની પરવાનગી આપી ન હોવાનું માલુમ પડતા અમે મામલતદાર અને પોલિસ સ્ટેશનમાં જાણ કરી આવા તત્વો વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.