શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જીલ્લા નુ ગૌરવ: વ્યારાની ઉત્કૃષ્ટ વિદ્યાર્થીની રાજવી કોઠારીએ NEETમાં ઓલ ઇન્ડિયા લેવલે 528 મો રેન્ક મેળવી તાપી જીલ્લાનું ગૌરવ વધાર્યું:
વ્યારા: તાપી જિલ્લાના વડા મથક આવેલી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત સ્કૂલમાં અભ્યાસ કરતી, ડોક્ટર દંપતીની દીકરીએ કે જેમણે બાળપણ થીજ ડોક્ટર બનવાનું સપનું જોયું છે. વિદ્યાર્થીનીના સખત પ્રયત્નો દ્વારા સાકાર થવા જઈ રહ્યું છે:
વ્યારાની મહાવીર હોસ્પિટલના સર્જન ડૉ.મોન્ટુ કોઠારી અને બાળ રોગ નિષ્ણાંત ડૉ.સેજલ કોઠારીની પુત્રી રાજવી કોઠારીએ મેડિકલ એન્ટ્રન્સ NEET ની પરીક્ષામાં 682 માર્ક્સ સાથે 99.96 પર્સેન્ટાઇલ અને ઓલ ઇન્ડિયા લેવલે (AIR- 528) મો રેન્ક મેળવી તાપી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે, રાજવી કોઠારી આ પહેલા પણ SSC અને HSC ની બોર્ડની પરીક્ષા માં તાપી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
કોરોના મહામારીના લોક ડાઉન પરિસ્થિતિઓ વચ્ચે પણ ઘરે અભ્યાસ કરીને અથાગ પરિશ્રમ કરીને આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે, મક્કમ મન હોય તો સ્વપ્ન સાકાર થતાં કોઈ પરિસ્થિતિ રોકી નહિ શકે! ડોક્ટર દંપતીની આ દીકરી કોરોના મહામારીના કારણે વૈશ્વિક લોકડાઉન શરૂ થતાં 6 માસ થી ઘરે રહી દરરોજ 10 કલાક વાંચન કરતી હતી, હુ દરેક ટેસ્ટ આપ્યા બાદ સતત તેનું રીવીઝન પણ કરતી હતી,
રાજવી કોઠારીએ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી ઓને સફળતા પ્રાપ્ત કરવા ટીપ્સ આપતા જણાવ્યું હતું કે પરીક્ષામાં સારા ગોલ પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરવી, નિરાશ થવું નહી, સોશયલ મીડિયાથી દૂર રહેવું, કોઈપણ સાહિત્ય(બુક) ને ફોલો કરવું, જેથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે, કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય:
રાજવી કોઠારીને પોતાની આ સફળતા પર પહેલે થી જ આત્મવિશ્વાસ હતો. રાજવીએ એમ.બી.બી.એસ કર્યા બાદ માસ્ટર કરવું છે:
રાજવી કોઠારીની આ સફળતા માટે અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રામીણ ટુડે ન્યુઝ રાજવી કોઠારીને તેમના સફળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સુભેચ્છાઓ પાઠવે છે.