શિક્ષણ-કેરિયર

માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર કરવામાં આવ્યો:

વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે “આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા” નામની હેલ્પલાઈન તથા વિદ્યાર્થી અને વાલીઓને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું સમયસર સમાધાન થાય તે માટે કાન્સલીંગ શરૂ કરવામાં આવી: 

તાપી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪ની આગામી તા:૧૧/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન લેવાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર કાર્યરત રાખવામાં આવેલ છે.જેમાં હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર તા:૦૮/૦૨/૨૦૨૪ થી તા:૨૬/૦૩/૨૦૨૪ સમય સવારે:૧૦.૦૦ થી સાંજે ૦૬.૦૦ કલાક સુધી કાર્યરત રહશે.

આ ઉપરાંત તાપીનાં જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કક્ષાએથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને તેમને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં “આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા” નામની હેલ્પલાઈન ચાલુ કરવામાં આવેલ છે જેમાં જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓની કાઉન્સેલર તરીકે નિમણુક કરવામા આવેલ છે જેમના થકી વિદ્યાર્થીઓ સહિત વાલિઓ પણ પરીક્ષા સંદર્ભે તમામ પ્રકારનું માર્ગદર્શન મેળવી શકે છે.

આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા” નામની હેલ્પલાઈનના કાઉન્સેલર તરીકે તાપી જિલ્લાના વ્યારા સ્થિત આવેલ કે. કે. કદમ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રીમતી સંગીતાબેન એન.ચૌધરી (મો.નં ૯૭૧૪૨૯૩૧૬૭),શ્રી આશિષભાઈ પી શાહ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા (મો.નં ૯૦૧૬૫ ૩૫૬૫૬),શ્રી દિપકભાઈ એ.કેપ્ટન સાર્વજનિક હાઈસ્કુલ,ઉચ્છલ (મો.નં ૯૪૨૭૧૭૭૧૮૯) ની કાઉન્સેલર તરીકે પસંદગી કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપશે,

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થી અને વાલીઓને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું સમયસર સમાધાન થાય તે માટે કાઉન્સલીંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં કાઉન્સેલર શ્રી નિલેષભાઈ ડી.પટેલ સાધના વિદ્યાલય,મોરદેવી (મો.નં. ૯૯૨૪૧૯૭૧૮૦),શ્રી રસિકકુમાર એમ.ગામીત શ્રી જે.બી એન્ડ એસ.એ.સાર્વજનિક,હાઈસ્કુલ,વ્યારા (મો.નં. ૯૯૨૫૪૩૨૨૩૨), શ્રી કુણાલકુમાર જે ચૌધરી વિનય સાર્વજનિક વિદ્યામંદિત,કેળકુઈ (મો.નં. ૮૦૦૦૦૩૮૬૭૬),ની કાઉન્સેલર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેનો તાપી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ /વાલીઓ લાભ લે એમ જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है