
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસ બાબતે આવેદન;
BJP પાર્ટી સંચાલિત કામરેજ તાલુકા પંચાયત ની ગ્રાન્ટ બાબતે આમ આદમી પાર્ટી માંથી ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય થતા, તેમણે ઘણી રજુઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા છેલ્લા પાંચ દિવસથી કામરેજ તાલુકા સદસ્ય શ્રી જે. ડી. કથીરીયા તેમજ AAP ના સુરત જીલ્લા પ્રમુખ શ્રી બટુકભાઈ વાડદોરીયા તેમજ AAP ના સુરત જીલ્લા સંગઠન મંત્રી શ્રી રોહિત જાની તેમજ AAP ના કામરેજ તાલુકા પ્રમુખ શ્રી સંજય રાદડિયા તેમજ AAP ના તાલુકા સંગઠન મંત્રી શ્રી ભાવેશભાઈ રાદડિયા વગેરે પાંચ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.
છતા પણ પ્રશાશન કે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉપવાસ પર બેસનાર દરેક ક્રાંતિકારીઓની તબિયત લથડી રહી છે. આગામી દિવસોમાં જો મોટુ જન આંદોલન થાય કે જો તેમની તબિયત વધારે ખરાબ થશે તો તેમની તમામ જવાબદારી સરકાર તેમજ પોલીસ તેમજ અધીકારીઓની રહેશે.
આ પ્રસંગે ઉમરપાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગ વસાવા, લીગલ સેલનાં પ્રમુખ હરેશ વસાવા ,યુવા પ્રમુખ બિપીન વસાવા , અને રાકેશ વસાવા અન્ય કાર્યકર્તાઓઓ ઉપસ્થિત રહ્યા .