વિશેષ મુલાકાત

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીએ ત્રણ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન:

નાયબ પશુપાલન નિયામકશ્રી તથા પશુપાલન સ્ટાફ અને GVKના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં રિબીન કાપીને ૧૯૬૨ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકારવીને પ્રસ્થાન કરાવાયું હતું.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર પ્રેસનોટ 

૧૦૮ લોકો માટે ત્યારે ૧૯૬૨ મોબાઇલ પશુઓ માટે સરકારનો નવો અભિગમ ૧૯૬૨ મોબાઈલ (વાન) દવાખાનાની સેવા પશુપાલકો માટે આશીર્વાદ બની રહેવાની હિમાયત કરતાં નર્મદા જિલ્લાના પશુપાલન અધિકારીશ્રી ડૉ. જે.આર.દવે


રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિ;શુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે તે હેતુસર જિલ્લામાં ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની એમ્બ્યુલન ફાળવવામાં આવી છે. જેને આજે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના ઉત્પાદન,સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી શંકુતલાબેન વસાવા, જિલ્લાના પશુપાલન અધિકારીશ્રી ડૉ. જે.આર.દવે, ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાના મોબાઇલ પશુ દવાખાનાની યોજનાશ્રી ડૉ. જે.વી.વસાવા તથા પશુપાલન સ્ટાફ અને GVK ના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં રિબીન કાપીને ૧૯૬૨ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકારવીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે જિલ્લાના પશુપાલન અધિકારીશ્રી ડૉ. જે.આર.દવેએ જણાવ્યું હતું કે, ગુજરાતના પશુપાલકોને નિ;શુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી GVK દ્વારા પી.પી.પી મોડલથી ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે નર્મદા જિલ્લાને આજે ૩ મોબાઇલ પશુદવાખાનાની પ્રથમ તબ્ક્કાની ફાળવણી થતાં મોબાઇલ વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી પશુપાલકો ૧૯૬૨ ટોલ નંબર પર ફોન કરી તેમના પશુઓને ૩૬૫ દિવસ સવારે ૭:૦૦ થી રાત્રે ૭:૦૦ કલાક સુધી ઘરે બેઠા નિ;શુલ્ક પશુસારવાર કરાવી શકશે. આ યોજના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જિલ્લામાં આવી કુલ ૧૬ મોબાઇલ પશુ દવાખાનાની મંજુરી મળેલ છે તેનાથી જિલ્લાના કુલ ૧૬૦ ગામોના ૧ લાખથી વધારે પશુઓને સારવાર મળી રહેવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીશ્રી ડૉ. જિન્સી વિલીયમ, જિલ્લાના ઉત્પાદન,સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી શંકુતલાબેન વસાવાને મોબાઇલ પશુ દવાખાના યોજનાની જિલ્લાના પશુપાલન અધિકારીશ્રી ડૉ. જે.આર.દવે ઉપલબ્ધ સુવિધાની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है