વિશેષ મુલાકાત

પોન્ઝી અને ચિટફંડ પિડિતોને ન્યાય માટે EAEM ની ઐતિહાસિક ધ્વજવંદનની જાહેરાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રેસ નોટ 

પોન્ઝી અને ચિટફંડ પિડિતોને ન્યાય માટે EAEM ની ઐતિહાસિક ધ્વજવંદનની જાહેરાત કરતાં અધ્યક્ષ રોમેલ સુતરિયા 

ગુજરાત ભરમાં છેલ્લા ઘણા વર્ષો માં અસંખ્ય કંપનીઓ દ્રારા મહેનત પરશેવાની કમાણી બચત કરતા નાગરિકો ની કમાણી પોન્ઝી/ચિટફંડ જેવી લોભામણી યોજનાઓના નામે અરબો રુપિયા ની લુંટ થઈ છે. જેની સામે એક અવાજ-એક મોર્ચા સતત અવાજ ઉઠાવી રહ્યુ  છે. વિધાન સભા ની ચુંટણીઓ આવી રહી છે ત્યારે એક અવાજ – એક મોર્ચા દ્રારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાત માં થયેલા ચિટફંડ/પૈન્ઝી કૌભાંડના પીડિતો ન બચત પ્રતિક મળે તે માટે નાગરિક સંમેલન ની જાહેરાત કરી છે. સંગઠન દ્રારા સરકાર પાસે માંગણી રજુ કરવા માં આવી રહી છે કે ગુજરાત સરકાર કૌભાંડ ના પિડિત નાગરિકો ના હિત માં કોરપસ ફંડ ની જાહેરાત કરી તમામ કૌભાંડી કંપનીઓ ની તેમજ તેના માલિકો ની સંપત્તિ જપ્ત કરવા SIT (special investigation team) ની રચના કરવાની જાહેરાત કરી.

એક અવાજ – એક મોર્ચા પિડિતો સાથે ધ્વજવંદન કરી ગુજરાત ભરના તમામ નાગરિકોના હિત માં આ લડત નો અવાજ બુલંદ બનાવવા ની દિશા માં આગળ વધશે તેમ હમણા જાણવા મળી રહ્યુ છું. તાપી , નવસારી , ડાંગ , નવસારી , વલસાડ માં જનાધાર ધરાવનાર સંગઠન એક અવાજ – એક મોર્ચા ના આ સંમેલન થી રાજકીય સમીકરણો માં ચોક્કસ અસર પડવાની શક્યતાઓ છે. અનેક નામી હસ્તિઓ તેમજ રિટાયર્ડ અધિકારીઓ ધ્વજવંદન માં ગુજરાત ના નાગરિકોના હિત ને ધ્યાન માં રાખી હાજરી આપી પિડિતોનો આવાજ સરકાર સુધી પહોચાડી ગુજરાત ને પોન્ઝી / ચિટફંડ કંપનીઓ થઈ મુક્ત બનાવવા ની દિશા માં આગળ આવશે.

ધી. અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ૨૦૧૯  ના કાયદા મુજબ કોઈપણ પ્રકારની લોભામણી લાલચ આપી પોન્ઝી/ ચિટફંડ જેવી કંપનીઓ ઉપર કેન્દ્ર સરકાર ભારતભરમાં પ્રતિબંધ લગાવી ચુકી છે. તેમજ કૌભાંડ માં ફસાયેલા નાગરિકો ના ન્યાય માટે GPID એક્ટ તેમજ  અન્ય કાયદાઓ છે.ડેગ્નીગેઝેટ કોર્ટ ની પણ ગુજરાત માં સ્થાપના કરી હોવા છતા પિડિત પરિવારો ને સમયસર ન્યાય મળી રહ્યો નથી. આ સ્થિતિ મા પિડિત પરિવારોએ સરકાર સમક્ષ સંગઠિત થઈ અવાજ બુલંદ કરવા સિવાય અન્ય વિકલ્પ બચતો દેખાય રહ્યો નથી ત્યારે તમામ પિડિતો ને એક અવાજ – એક મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્રારા સંગઠિત કરવા નુ બીડુ ઉપાડવામાં આવ્યુ હતુ.જેના ભાગરુપે અનેક જીલ્લા ના કલેક્ટરોને આ સંદર્ભ કાર્યવાહી કરવા રજુઆત કરવામાં પણ આવી છે. પરંતુ નિતિવિષયક કોરપસ ફંડ જાહેર કરવાની સત્તા મુખ્ય મંત્રી અને સરકાર પાસે હોય સરકાર સુધી અવાજ મજબુત સાથે પહોચાડી તમામ પિડિત પરિવારો ને ન્યાય મળે તે માટે મહા સંમેલન કરવામાં આવશે.

આ બાબતે સંગઠન ના અધ્યક્ષ રોમેલ સુતરિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે હજુ સુધી અમે કોઈ પણ જાહેર કાર્યક્રમો ના આપી માત્ર સંવાદ થી ઉકેલ ની અપેક્ષા રાખી હતી. આગળ પણ સંવાદ થશે જ પરંતુ હવે પિડિતો નો અવાજ સરકાર બરોબર સમજી શકે તે માટે જાહેર કાર્યક્રમ કરવા અમે આયોજન કરી રહ્યા છીએ.સરકાર કોરપસ ફંડ ની જાહેરાત કરી , SIT ની જાહેરાત માટે સંગઠન ને સંવાદ માટે આમંત્રિત કરે તે જરુરી છે.બાકી ગુજરાત માં દર દસ પરિવાર માં થી એક નાગરિક ના મહેનત પરશેવાની કમાણી પોન્ઝી / ચિટફંડ જેવી યોજનાઓ ના નામે લુટાવામાં આવી છે તેવી તમામ કંપનીઓ ને પણ કહેવા માગીએ છીએ તમારી દુકાનો બંધ કરી દેજો નહી તો ગુજરાત ની જનતા તાળા મારી દેશે. સહારા , ઓસ્કાર , મિરાહ ગ્રુપ (ટ્વિંકલ, સિટ્રસ), જય વિનાયક ,વિશ્વામિત્રી, મૈત્રેય, ફાલ્કન, સમ્રુદ્ધ જીવન , PACL જેવી અસંખ્ય કંપનીઓ ની લુંટ સામે આ અવાજ છે. તમામ કંપનીઓ ચુકવણા કરે બાકી ગુજરાત હવે આવા લુટારાઓને સહન કરશે નહી.

સંગઠન ના આક્રામક વલણ સાથે ની જાહેરાત થી હવે પોન્ઝી/ચિટફંડ પિડિતોનો અવાજ ૨૦૨૨ ની ચુંટણીઓ માં પણ ગુજશે તે નક્કી છે. ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ જે ગુજરાત ના નાગરિકોના પાયાના પ્રશ્ને ચુપ છે તેઓ શું કળા કરશે તે જોવી રહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है