
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નાની દેવરૂપણ ગામે દીકરી સાથે પ્રેમ સંબંધ બાબતની રીસ રાખી માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:
સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાની દેવરૂપણ ગામમાં દીકરી સાથે પ્રેમ સંબંધની રીસ રાખી માર મારનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર ચેતનભાઈ વિનેશભાઈ વસાવા રહે.નાની દેવરુપણ નિશાળ ફળીયુ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ વિરલ તથા કલ્પેશ સાથે રાજુભાઇ ઝીંગાભાઈ વસાવાની દુકાને સાદી સોડા લેવા માટે ઉભા હતા. તે વખતે રાજુભાઈ વસાવા એ તેમની દીકરી સાથે પ્રેમ સબંધ હતા. જે બાબતે આ ત્રણ મહીના પહેલા પંચ રાહે સમાધાન થયેલ જેની અદાવત રાખી વાંસનો ડંડો લઈ ચેતનભાઈને બરડાના ભાગે એક સપાટો મારી દઈ તથા વિરલને પણ એક સપાટો ડાબી બાજુ બરડાના ભાગે મારી ઈજા કરી હોય, આ બાબતે ગામનાં સરપંચ પ્રવિણભાઇ નરપતભાઇ વસાવાનાઓના ઘરે જાણ કરવા માટે ગયેલ ત્યાં રાજુભાઈ ઝીંગાભાઈ વસાવા અને દિનેશભાઈ ઝીંગાભાઈ વસાવા નાઓ વાંસના ઠંડા તથા લાકડાનો ડંડો લઈ આવી ચેતનભાઈ તથા દીક્ષીત તથા વિનેશભાઈ નાઓને ગમે-તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ત્યારબાદ ધનસુખભાઈ દિનેશભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જઈ દીક્ષીત વિનેશભાઈ વસાવાને જમણા ખભાના ભાગે લાકડાના ડંડા વડે એક સપાટો મારી તથા દિનેશભાઈ વસાવાએ વાંસના ડંડાનો એક સપાટો જમણા હાથે મારી ઈજા પહોંચાડી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરતા સાગબારા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.