રાષ્ટ્રીય

દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજી કરવાની સમયમર્યાદા તા.૧૯મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજી કરવાની સમયમર્યાદા તા.૧૯મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે; સુરત રોજગાર કચેરી ખાતે અરજી સ્વીકારવામાં આવશે, 

સુરત: વર્ષ ૨૦૨૨ના દર્શાવેલ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. “રાજ્ય કક્ષા” ના દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતા શ્રેષ્ઠ દિવ્યાંગો, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર નોકરીદાતાઓ, નોકરી અપાવવામાં મદદરૂપ થનાર પ્લેસમેન્ટ ઓફિસરો; આ ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજી કરવાની સમયમર્યાદા વધુ એક માસ એટલે કે તા.૧૯મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. જે માટે નિયમ નમુનામાં ફોર્મ ભરીને અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટો જેવા ડોકયુમેન્ટસ બીડાણમાં સામેલ કરી ત્રણ નકલમાં તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત, સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવું. અધુરી વિગતવાળી અને નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારાશે નહિ.

જરૂરી ફોર્મ વેબસાઈટ : www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત ખાતેથી તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં વિનામૂલ્યે મેળવી શકાશે, વધુ માહિતી માટે રોજગાર કચેરી-સુરતનો સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है