દક્ષિણ ગુજરાત

આજે ડાંગ જિલ્લામાં નોધાયાં કોવિડ-૧૯નાં ૩ નવાં કેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ રામુભાઈ માહલા

આહવા: “કોરોના” સંક્રમણની દહેશત વચ્ચે આજે ડાંગ જિલ્લામાં “કોરોના” ના નવા ત્રણ  પોઝેટિવ કેસો નોંધાવા પામ્યા છે.

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે આહવા ખાતે આવેલી પી.ડબ્લ્યુ.ડી. કોલોની ખાતે એક ૩૧ વર્ષિય યુવક સહિત ૨૫ વર્ષિય યુવતિ, અને નાની દાબદર ગામે એક ૩૦ વર્ષિય યુવકનો “કોવિડ-૧૯” ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે.

આ સાથે ડાંગ જિલ્લામાં “કોરોના” ના ૭૩ કેસો સરકારી ચોપડે નોંધાયા છે. જે પૈકી આજની તારીખે જિલ્લામાં ૯ કેસો એક્ટિવ છે, અને ૬૪ દર્દીઓને તેઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

જિલ્લાના પ્રજાજનોને અનિવાર્ય કામ વગર ઘર બહાર નહિ નિકળવા સાથે સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્તપણે પાલન કરવા, વારંવાર પોતાના હાથ સાફ કરવા, અને ઘર બહાર નીકળવાનું થાય તો ફરજિયાતપણે ફેસ માસ્ક નો ઉપયોગ કરવાનો જિલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है