શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કોરોના કહેરની બીજી લહેર વચ્ચે રેમડેસિવીરના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન: જેથી સમાજમાં જાગૃતિ લાવી શકાય અને ગરજના નામે રોકડી કરતા તત્વો થી બચી શકાય!
એક તરફ સરકાર અને કંપનીઓ પાસેથી ઈન્જેકશનની માંગ વધી રહી છે, માંગ પહોંચી વળવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે… એવા કોઈ પ્રમાણ મળ્યા નથી કે, રેમડેસિવીરથી કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય છે, કે વેન્ટિલેટરની જરૂર ઓછી કરી શકાય છે, કે હોસ્પિટલમાં સારવારનો સમય ઓછો કરી શકાય છે. એટલું જ નહીં રેમડેસિવીરની વાયરલ ક્લિયરન્સ પર અસર થાય છે કે નહીં તે પણ અનિશ્ચિત છે…
AIIMS : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિક્લ સાયન્સિસ કહે છે… કોરોનાના જે દર્દીઓને મધ્યમથી લઈને ગંભીર અસર હોય તેમના માટે જ રેમડેસિવીર વાપરી શકાય. સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીર સલાહભર્યું નથી.
રેમડેસિવીરના ઉપયોગ અંગે તજજ્ઞ ડોક્ટર્સની શું સલાહ છે ?
કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રેમડેસિવીર આપવું સલાહભર્યું નથી.
જો દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ 94 ટકાથી ઓછું હોય ત્યારે…
ત્રણ-ચાર દિવસની દવાઓ-સારવાર પછી પણ દર્દીને હાઈગ્રેડ તાવ રહેતો હોય અને સી-રિએક્ટિવ પ્રોટીનનું પ્રમાણ (CRP) વધ્યું હોય ત્યારે…
નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે…
સામાન્ય પ્રવૃત્તિમાં પણ વધારે થાક લાગતો હોય કે શ્વાસ ચઢી જતો હોય ત્યારે…
શ્વાસોચ્છ્વાસની ગતિ વધી જાય (પ્રતિ મિનિટ 24થી વધારે થાય તો) ત્યારે…
50 વર્ષથી વધુ વય હોય અને કોરોનાને કારણે CRP, d-dimer, Ferritin વધ્યું હોય ત્યારે…
પહેલાં x-ray નોર્મલ હોય પણ પછીથી ફેફસામાં Ground-glass opacity જણાય ત્યારે…
લિમ્ફોપેનિયા સાથે પાર NLR > 3.5 હોય ત્યારે…
ઉચિત ઓચિત્ય સાથે ખાસ કિસ્સાઓમાં ચેપીરોગોના નિષ્ણાત, શ્વસન ચિકિત્સાના નિષ્ણાત, ફિઝિશિયન (ચિકિત્સક) કે બાળરોગોના નિષ્ણાતના અભિપ્રાય પછી જ રેમડેસિવીર આપી શકાય.
રેમડેસિવીર ઈન્જેક્શનનો સંગ્રહ કે કાળાબજાર કરનારા તત્વો સામે રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે,
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેની ‘કોવિશીલ્ડ’ રસી ખાનગી હોસ્પિટલોને પ્રતિ ડોઝ રૂ. 600ની કિંમતે વેચશે જ્યારે રાજ્ય સરકારોને પ્રતિ ડોઝ રૂ. 400ની કિંમતે વેચશે.