રમત-ગમત, મનોરંજન

આહવા ખાતે આવેલા  ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે તાજેતરમા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

આહવા ખાતે યોજાયો ડાંગ જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ,

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથકઆહવા ખાતે આવેલા  ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે તાજેતરમા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવવામાં આવ્યો, 

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી આહવા દ્વારા સંચાલિત ડાંગ જિલ્લા કક્ષાના આ યુવા ઉત્સવના અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા ઉપસ્થિત રહ્યા હતા. 

આ વેળા સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્ય શ્રી ગોવિંદભાઇ ગાંગુર્ડે, એસ.વી.એસ. કન્વીનર શ્રી રામાભાઇ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.

ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા રમતગમત કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાહુલ તડવી એ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી મણિલાલ ભુસારા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. ડાંગના વિદ્યાર્થીઓ પ્રદેશકક્ષાએ વિજેતા થઈને રાજયકક્ષાએ પહોંચે તે માટે પણ તેમણે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડી શુભેચ્છા પાઠવી હતી. સ.મા.શાળા આહવાના આચાર્ય શ્રી ગોવિંદભાઇ એ પણ આ વેળા ઉપયોગી માર્ગદર્શન આપ્ય હતુ. 

જિલ્લા કક્ષાના આ યુવા ઉત્સવમા જિલ્લા કક્ષા ની ૧૨ સ્પર્ધાઓની ૬૮ કૃતિઓ, અને કુલ ૧૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકો ડાંગ ના ત્રણેય તાલુકાઓ માંથી વિજેતા થઈને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબરના વિજેતાઓ હતા, જેમણે જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. 

ડાંગ જિલ્લા કક્ષાના પ્રથમ નંબર વિજેતા ૧.નિબંધ-અ ભોયે સુચિતા સુભાષ દીપ દર્શન આહવા, ૨.વકૃત્વ અ પિપલિયા વિષલ રતીલાલ સ.મા. ઉ.મા.શાળા આહવા,૩. કાવ્ય લેખન બ સાબળે રવિન્દ્ર અધ્યાભાઇ સ.વિ.કોલેજ આહવા, ૪.-સર્જનાત્મક કામગીરી ખુલ્લો રશ્મિ દેવેન્દ્ર મા.શા.પિંપરી, ૫. ચિત્ર અ મુઢેકર નમ્રતા શૈલેષભાઇ સ.મા.શાળા સુબીર, ૬. લોકવાર્તા ખુલ્લો વળવી નયના એસ. મા.શાળા મહાલ, ૭. લગ્નગીત  ચૌધરી દર્શના કે મા.ઉ.મા.શાળા મહાલ , ૮. ભજન ખુલ્લો ચૌહાણ રાજેશ્વરી એ સ.મા.શાળા સાકરપાતળ, ૯. સમુહ ગીત ખુલ્લો ગાવિત સરલા એસ.સ.મા.શાળા પીપલદહાડ, ૧૦. હળવું કંઠય સંગીત અ વાઘમારે અંજલિ કે સ.મા.શાળા. સાકરપાતળ, ૧૧. લોક વાદ્ય સંગીત અ કામડી તુષાર ટી. સ.મા.ઉ.મા.શાળા પીપલદહાડ, ૧૨. એક પાત્રીય અભિનય અ પરમાર શર્મિષ્ઠા કે દીપ દર્શન આહવા. આમ, ઉપરોકત ડાંગ જિલ્લા કક્ષા ના પ્રથમ નંબરના વિજેતા આગામી દિવસો માં પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ.મા.શાળા આહવા ના ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરે દ્વારા કરવામાં આવ્યું. એનાઉન્સર તરીકે સ.મા. શાળા આહવાના શિક્ષિકા અસ્મિતાબેન બારોટે સેવા આપી હતી. આભારવિધી અર્જુનસિંહ પરમાર એ કરી હતી. નિર્ણાયક તરીકેની સેવા ડાંગ જિલ્લાની શાળા ૧૫ જેટલા શિક્ષકોએ ડી.બી.મોરે ની ટીમમાં રહીને આપી હતી.

તમામ ભાગ લેનાર શાળા,વિજેતા આયોજક અને સંચાલકોને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા તથા જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલે એ અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है