
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજરોજ ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી:
તાપી જિલ્લાનાં વાલોડ તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી.ભવન વાલોડના સંયુક્ત ઉપક્રમે ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે વાલોડ તાલુકાની શિક્ષિકા બહેનો અને બી.આર.એસ કોલેજની વિદ્યાર્થિનીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય કલેકટર શ્રી તાપી અને ત૨લાબેન શાહ વેડછી પ્રદેશ સમિતિ વાલોડ દ્વારા દીપ પ્રાગ્ટ્યથી કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉપસ્થિત શિક્ષિકા બહેનોનો અભિવાદન નો અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નૈતિકાબેન પટેલ મેડમ દવારા પ્રોત્સાહક માર્ગદશન આપવામાં આવ્યું. વાલોડ તાલુકાની શિક્ષક બહેનોની સંગીત ટુકડી દ્વારા નારી શક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા, તરલાબેન શાહે અતિથિ વિશેષપદેથી સ્ત્રી શક્તિને બિરદાવતા પ્રસંગો ટાંકી પ્રાંસનિક વાતો કરી. આ ઉપરાંત શિક્ષિકા બહેનો દ્વારા પ્રેરણાદાયી પુસ્તકનો પરિચય આપવામાં આવ્યો અને જૂથ ચર્ચા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ કોલેજના આચાર્ય અંજનાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યો, કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અશોકભાઈ ચૌધરી બીઆરસી વાલોડ શૈલેષભાઇ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્જુનભાઈ ચૌધરી આચાર્યશ્રી બી.આર.એસ કોલેજ દ્વારા વ્યવસ્થા અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું.