શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકા પોલીસે થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો, મળેલી બાતમી આધારે તપાસ દરમ્યાન બે એક્ટીવા,બે મોબાઇલ અને વિદેશી દારૂ સહિત રૂ.૧,૧૪,૪૪૫ નો મુદ્દામાલ કબ્જે: બંને ખેપિયાને કર્યા હવાલાત ભેગાં!
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પી.એસ.આઇ. એન.જી પાંચાણી અને અ.હે.કોવિજયસિંહ, જગદીશભાઇ, જીગ્નેશભાઇ, અજીતભાઇને થવા ચેકપોસ્ટ ઉપરથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની બાતમી મળતા થવા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરીને વાહન ચેકિંગ હાથ ધયુૅ હતું, સદર ચેકીંગ દરમ્યાન પ્રોહી. ગુનામાં ઉપયોગ કરાયેલી એક્ટીવા વાહન નંબર : જીજે-૨૧-એસ-૨૭૮૧ અને એક સફેદ રંગની એક્ટીવા એમ બે એકટીવા આવતા તેનું ચેકિંગ હાથ ધરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન નંગ : ૯૧ જેની કિંમત ૨૬,૪૪૫ બે એક્ટીવા વાહન જેની કિંમત ૮૦,૦૦૦ હજાર અને મોબાઇલ નંગ ૨ જેની કિંમત ૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે રોહિદાસ શિવલાલ પંચાલ (રહે.અંતોલી.તા.નિઝર) અને રાજેશ માણીકરાવ પારેખ (રહે.અંતોલી તા.નિઝર) વિદેશી દારૂની હેરાફેરી કરતાં નેત્રંગ પોલીસને રંગેહાથ ઝડપાઇ ગયા હતા, નેત્રંગ પોલીસે ૧,૧૪,૪૪૫ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ખેપિયાઓને જેલભેગા કરી દીધા હતા.