તાપીમાં તંત્ર કોરોના મહામારી વિશે કુંભકર્ણની નિંદ્રામાં પકડાયું? જવાબદારી કોની? પોલીસ કે જવાબદાર અધિકારી, આરોગ્ય વિભાગ કે ગામનાં તલાટી/ સરપંચ કે પછી લોકોની?
શ્રોત.ગ્રામીણ ટુડે તાપી, તાલુકા ચીફ ગ્રામ્ય, કિર્તનભાઈ ગામીત
કોરોના વેશ્વિક મહામારીમાં આપણી સંવેદનશીલ સરકાર સમય સમય પર કોરોના વાયરસથી સંક્રમીત નાં થઈ જવાય તે માટે ગાઈડલાઈન્સ અને સતર્કતાનાં ભાગરૂપ લાખ પ્રયત્નો કરી રહી છે, અમલવારી કરવી અને કરાવવાંમાં આજે તાપી તંત્ર નિષ્ફળ જતું દેખાય રહ્યું છે, એક તરફ ધર્મનાં સ્થળોએ તાળા લગાવડાવીને દારૂનાં અડ્ડાઓ ખુલ્લાં! વાહરે તંત્ર ઘર્મના લીડરોને લોક ડાઉન પાળવા માટે મીટીંગ બોલાવનારા આજે દારૂનાં અડ્ડાઓ બન્યાં કોરોના સંક્રમણનાં વાહક: તાપીમાં કરોનાનો પ્રથમ કેશ મહિલા બુટલેગર! શરમ લાગે છે, કોની રેહેમ નજર છે દારૂનાં અડ્ડાઓ પર? સરપંચ કે પોલીસ? તાપી જીલ્લામાં હજુ પણ ગોળનાં ટેમ્પા ખાલી થાય છે, મારવાડીઓ જાણે મોતનાં સોદાગર હોય તેમ બેખોફ બની કોની રેહમ નજર હેઠળ સામગ્રી વેચે છે, મારવાડીઓ ખાવા માટે વપરાતો ગોળ વેચે જે પ્રતિબંધિત નથી, માટે કેશ બનતો નથી; એક વાત સમજાતી નથી જ્યાં ધાર્મિક સ્થાન બંધ છે ત્યારે દારૂનાં અડ્ડાઓ ખુલ્લાં? ૧૪૪ કલમની અથવા કલેકટર સાહેબનાં જાહેરનામાનું ઉલંઘન કેટલું વ્યાજબી? આવા અધિકારીઓ જ્યાં હોય ત્યાં સરકાર પણ શું કરે દિલ્હીમાં બનેલી ઘટના તાપીમાં નાં બને તો સારું! નહીતર સરકારના કારોના મહામારીમાં અત્યાર સુધી લીધેલાં તમામ પગલાં પાણીમાં;
કોરોના વાયરસથી સંક્રમિત તાપીનો પ્રથમ કિસ્સો માયપુર ગામની ૩૫ વર્ષીય કાસાબેન સેવનભાઈ ગામીત મહિલા બુટલેગર આ મહિલા વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું વેચાણ કરતી હતી, ગત તારીખ ૧૯ એપ્રિલનાં રોજ અન્ય બુટલેગર સાથે એલ.સી.બીની ટીમે તેમની પણ ધરપકડ કરી હતી તેણીમાં કોરોનાનાં લક્ષણો જણાતા સારવાર અર્થે ખસેડાયા હતા ત્યાં કારોના પોઝીટીવ રીપોર્ટ આવતાં તાપીમાં તંત્ર એલર્ટ થઇ ગયું હતું;
- લોક માંગણી; અમારા ધાર્મિક સ્થાનો ખુલ્લાં રખાવો જ્યાં ફક્ત પ્રાર્થના અને ભગવાનની આરતી થાય છે જો તંત્ર દારૂ તાડીનાં અડ્ડાઓને બંધ કરાવી શકતી નાં હોય તો:
તંત્ર સામે અનેક પડકારો; હજુ પણ હોટસ્પોટ વિસ્તારથી તાપીમાં લોકો અને વહાનો રોજ અવર જવર કરે છે, જેઓ કોરોના માનવ બોમ્બ સાબિત થઈ સકે છે! લોકો ગામડાઓમાં ઘૂસે છે, જ્યાં સામાજિક દુરી જાગરૂકતાનાં નામે મીંડું માત્ર છે,
ગામનાં સરપંચ અને તંત્ર સાથે મળીને લોકોનેલોક ડાઉન કર્યા પણ દારૂનાં અડ્ડાઓ બંધ કરવાની કોની જવાબદારી તે નક્કી કરે? મારવાડીઓ કેફી પીણું બનાવવા કાચો માલ ક્યાં થી લાવે છે? “ઘરમાં રહો સુરક્ષિત રહો” તમામ કોરોના ફાયટરોને દિલથી સલામ, તાપી જીલ્લા તંત્ર અને સરકારના લોકજાગૃતિનાં તમામ કામો સરહાનીય છે,