
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર
નર્મદા, દેડિયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા ઘાંટોલી ગામના બફર ઝોનના લોકોની વહારે આવ્યા.
દેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામમા કોરોના વાયરસ પોઝિટિવ કેસ (તા ૧૧/૦૭/૨૦૨૦) સુનિતા બેન નરસિહ ભાઈ નોધાતા સંક્રમિત વિસ્તારને (કન્ટેનમેન્ટ ઝોન) આંબલી ફળિયા છગનભાઈ હિરાભાઈના ઘર થી રાજેશભાઈ કુંવરજીભાઈ વસાવાના ઘર સુધી બફર ઝોન સમાવિષ્ટ વિસ્તારની ચૈતરભાઈ વસાવા BTP નર્મદા જિલ્લા પ્રમુખએ જાતમુલાકાત લઈને દેદીયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવાની સૂચના થી આ વિસ્તારના લોકો સાથે ચર્ચા કરી ધારાસભ્ય શ્રી તરફ થી આ વિસ્તારનાં લોકોને જીવન જરૂરિયાત ની અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ કીટ ૫૦ પરિવારો આપવામાં આવી હતી સદર સહાય કીટમાં લોટ ૫ કી. ગ્રામ, ચોખા ૩ કી. ગ્રામ, દાળ ૧ કી ગ્રામ, તેલ ૧ કી. ગ્રામ, ડુંગળી ૧ કી. ગ્રામ, બટાકા ૧ કી ગ્રામ, મીઠું ૧ કી ગ્રામ,૧૦૦ ગ્રામ હળદર,૧૦૦ ગ્રામ મરચું,૧૦૦ ગ્રામ મસાલો જેવી અઠવાડિયું ચાલે એટલી અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા તરફ થી લોકડાઉન સમયમાં આગાવ પણ દેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, વાઘોડિયા, અંકલેશ્વર જેવા અનેક તાલુકાઓમાં નિરાધાર અને જરૂરતમંદ લોકો ને આનાજ કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સ્થાનિક લોકોએ પ્રશાસને પાણી, ટોયલેટ, આરોગ્ય બાબતે તંત્રનું ધ્યાન દોરવામા આવ્યું. ગામનાં સ્થાનિક લોકોએ સમગ્ર ટીમનો સેવાકીય પ્રવૃત્તિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.