શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કાટગઢ ખાતે “પરીક્ષા એક ઉત્સવ” અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો,
વ્યારા-તાપી: આજ રોજ સ્વામી નારાયણ મંદિર (B.A.P.S.) કાટગઢ વ્યારા ખાતે વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી પરીક્ષા આપી શકે અને આત્મ વિશ્વાસ સાથે પોતાના ઉજ્વળ ભવિષ્યનું ઘડતર કરી શકે તેવા શુભ અશયથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વ્યારા દ્વારા ધો-૧૦ તેમજ ધો-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક ઉત્સવ ‘ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હતું. કાર્યક્રમની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એમ.ચૌધરીએ શાબ્દીક સ્વાગતથી કરી હતી.
ઇન્ટરનેશન મોટીવેશનલ સ્પીકર દિનેશભાઇ સેવક મુખ્ય વક્તા હતા. આર્શીવચન શ્રી સ્વામીએ “મારી અંદર અનંત અનંત અનંત શક્તિ રહેલી છે જે બનવુ હોય એ બની શકીએ” એ રીતે શુભેચ્છા પાઠવી હતી સદર કાર્યક્રમમાં શ્રી કે.કે. કદમ, કે.બી. પટેલ તેમજ જે.બી. હાઇસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપરાંત જિલ્લાના મા. અને ઉ.મા. વિભાગનાં શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.