શિક્ષણ-કેરિયર

આહવામાં અનુ સ્નાતકનો કોર્ષ પ્રથમવાર શરૂ થતાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ આહવામાં અનુ સ્નાતકનો કોર્ષ પ્રથમવાર શરૂ થતાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો: 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવામાં શૈક્ષણિક વર્ષ 2021-22 માં પ્રથમ વર્ષ બી.એ./બી.કોમ./એમ.એ.માં પ્રવેશ મેળવનાર 600થી વધારે વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી.

NSUI વિદ્યાર્થીઓનાં પ્રયાસો થી આહવા ખાતે પ્રથમવાર અનુ સ્નાતક કોર્ષ શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

ડાંગ જિલ્લાની સરકારી વાણિજ્ય કોલેજ ખાતે નવા વિદ્યાર્થીઓનાં પ્રવેશોત્સવનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન SRC સમિતિ દ્વારા કરવામાંઆવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો. યુ. કે. ગાંગુર્ડે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય મહેમાનો અતિથિ વિશેષ આમંત્રિત એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના  ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.પુંડલીકભાઈ પવાર દ્વારા પોતાના જાત અનુભવો વર્ણવી અગવડતામાં સગવડતા ઉભી કરી પ્રગતિ કરવા  આહવાન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા  વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનો અભિગમ કેળવાય તેના પર ભાર મુક્યો હતો. મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી આહવા-ડાંગ, સુશ્રી. કાજલબેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને કોલેજના  અભ્યાસ  અને  પ્રવૃત્તિઓ તેમજ જીવન ઘડતરના પાયાના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડાંગ જિલ્લા પ્રમુખ મંગળભાઈ ગાવિત પોતાના જીવનના અનુભવોને રસપ્રદ શૈલીમાં રજુ કર્યા હતા અને નમ્રતા તથા વિવેક જેવા સંસ્કાર પોતાના જીવનમાં કેટલા મહત્વના હોય છે તે સમજાવ્યું હતું. 

પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને  કોલેજની વિવિધ પ્રવૃતિઓ જેવી કે NCC, NSS, SCOPE, UDISHA, SSIP, RUSA, finishing school, language lab, CWDC, ANTI-RAGING, PLACEMENT, જીમખાના, ગ્રંથાલય, સપ્તધારા, પરીક્ષા, રમત-ગમત, શિસ્ત અને આરોગ્યની જાગૃતિ  વગેરે પ્રવૃતિઓની  માહિતી સમિતીના અધ્યક્ષશ્રીઓ  દ્રારા આપવામાં આવી હતી. કોલેજમાં સમગ્ર વર્ષ દરમિયાન બહેનોને મદદ અને સહાય  માટે CWDC સમિતિ સતત કાર્યરત રહે છે. 

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પ્રશાંતભાઈ વાડીકર અને પ્રા. યોગીનાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે કોલેજના સિનીયર અધ્યાપક એ. આર.પટેલ આભારવિધિ સાથે રાષ્ટ્રગાન કરાવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है