શિક્ષણ-કેરિયર

આઝાદીકા અમૃત મહોત્સવ ઊજવણી ના ભાગરૂપે વિવિધ સ્પર્ધાત્મક કલા ઉત્સવોનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

બી. આર. સી વઘઇ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ઊજવણી ના ભાગરૂપે વિવિધ સ્પર્ધાત્મક કલા ઉત્સવોની ઉજવણી કરાઈ: 

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે “તાલુકા કક્ષાના કલા ઉત્સવ” માં નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકતૂત્વ સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં દરેક સ્પર્ધામાં તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ- અલગ શાળામાંથી કુલ ” ૬૪ ” કલા પ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. 

કલા(આર્ટ) એટલે – કાંઇક નવું કરવું, કલામાં બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે, કલાઓમાં શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે, કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે, સર્જનાત્મકતામાં વધારો થાય છે. આત્મ વિશ્વાસ વધે, જે બાળકોમાં ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે..

     કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ કૌશલ્યની ઓળખ અને તેની પ્રતિભા વિકસાવવાનો છે, વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરવાનો નથી. માત્ર બાળકને આગળ જવા માટે યોગ્ય પ્લેટફોમ પૂરું પાડવામાં આવે છે.. 

     કલાને માણવી અઘરી નથી, પણ કલાને જાણવી તેમની છણાવટ કરવી અઘરી છે.

આ કાર્યક્રમમાં બાળ કલાકારો ને પ્રોત્સાહન પૂરું પાડવા અમારી લાગણીને માન આપી મા. DY. DPEO શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે સાહેબ હાજર રહયા હતા તેમજ યજમાન શાળાના આચાર્યશ્રી ઉષાબેન, સી.આર.સી કો.., બી.આર.પી મિત્રો, નિર્ણાયક શ્રીઓ, માર્ગદર્શક શિક્ષક મિત્રો અને ખાસ શાળાના સ્વયં સેવક બાળમિત્રોનો ખુબ ખુબ આભાર કે આપ સૌની મહેનત અને સહકારથી આ કાર્યક્રમ સફળ રહયો..

   સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. ઓર્ડીનેટર દાનેલભાઈ આર.ચૌર્યા CRC cordi. ધવલીદોડ દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહવા બ્લોકની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है