શિક્ષણ-કેરિયર

RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩નાં સંદર્ભમાં જાહેર જનતા જોગ સંદેશ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર  

જીલ્લાની જાહેર જનતા જોગ સંદેશ:

RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ: 

વેબસાઈટ પર આગામી તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૧૧/૦૪/૨૦૨૨ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

ઓનલાઇન ફોટો

તાપી, વ્યારા: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે બાળકોએ ૦૧ જુન-૨૦૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. 

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર 

તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૧૧/૦૪/૨૦૨૨ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા-કયા આધાર-પુરાવા, કયા અધિકારીને રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારી કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. તાપી જિલ્લામાં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓએ વધુ માહિતી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાપીની કચેરીના હેલ્પલાઈન નંબર-૦૨૬૨૬-૨૨૨૦૫૭ પર સંપર્ક કરવા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है