રાજનીતિ

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય અને પેટા ચૂંટણી-૨૦૨૧ વિષે ની અપડેટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૧:

તાપી જિલ્લામાં ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતમાં ૨૬૩ સામાન્ય, ૩ પેટા આમ કુલ-૨૬૬ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે. જેમાં મતદાન મથકોની સંખ્યા ૬૫૨ સામાન્ય, ૭ પેટા અને આમ કુલ-૬૫૯ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. 

 વ્યારા, તાપી: રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોમાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં આગામી ૧૯-૧૨-૨૦૨૧ના રોજ ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતમાં ૨૬૩ સામાન્ય, ૩ પેટા આમ કુલ-૨૬૬ ગ્રામ પંચાયતો છે. જેમાં મતદાન મથકોની સંખ્યા ૬૫૨ સામાન્ય, ૭ પેટા અને આમ કુલ-૬૫૯ મતદાન મથકો છે. 

તાપી જિલ્લામાં ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કુલ વસ્તી ૮,૦૭,૦૨૨છે જેમાં પુરુષોની સંખ્યા-૪,૦૨,૧૮૮ જ્યારે સ્ત્રીંઓની સંખ્યા ૪,૦૪,૮૩૪ છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની વસ્તીમાં ગ્રામ્ય્ :૭,૨૭,૫૩૫ અને શહેરી: ૭૯,૪૮૭ છે. જિલ્લામાં કુલ ૫,૨૧,૪૮૬ મતદારો છે. જે પૈકી ૧૭૧-વ્યારા મતદાર મંડળમાં ૨,૧૮,૯૦૯ અને ૧૭૨-નિઝર બેઠકમાં ૨,૭૪,૨૦૯ મતદારો નોંધાયેલા છે. 

ચુંટણીના અનુસંધાને જિલ્લામાં કુલ-૧૧૦ ઝોનલ ઓફિસર અને કુલ-૧૧૦ રૂટ સુપરવાઇઝર નિમણુંક કરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરી શકે તેમજ પોતાના મતાધિકારથી કોઇ પણ વ્યક્તિ વંચિત ન રહી જાય તે માટે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટે ૧૭૧-વ્યારામાં ૨૬૦ બી.એલ.ઓ જ્યારે ૧૭૨-નિઝરમાં ૩૪૫ બી.એલ.ઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સોનગઢ તાલુકામાં આવેલ અમલપાડા ગૃપ ગ્રામ પંચાયત છે. જેમાં અમલપાડા, કુઈલીવેલ, માંડવીપાણી, સાતકાશી, જુની કુઈલીવેલ, પાદડધુવા, જુનીસેલ્ટીપાડા, બુધવાડા, જુના અમલપાડા જેવા કુલ ૯ ગામો આવેલા છે. જે અમલપાડા થી અંદાજીત ૨૫ કિ.મી.ના અંતરે આવેલા છે. આ ગામોના લોકોને આવક,જાતિના દાખલા, ૭-૧૨,૮-અ ઉતારા જેવા અનેક કામો માટે અમલપાડા આવવુ પડતુ હતું. એક જ સરપંચ અને એક તલાટી હોવાથી તેઓ પ્રજાના પ્રશ્નોને ન્યાય આપી શકતા ન હતા. વાહનવ્યવહાર,રસ્તાની અગવડ હોવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પણ પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. આ વિસ્તારના લોકો સમયાંતરે અલગ ગ્રામપંચાયતની રચના માટે વર્ષોથી અનેક રજૂઆતો કરી હતી. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ સ્થાનિક પદાધિકારીઓ સાથે મળી વનવિસ્તારના લોકોને મદદરૂપ થવાના સંકલ્પ સાથે આ જવાબદારી ઉપાડી હતી. આ ગામો જંગલ વિસ્તારમાં હોવાથી વનવિભાગ,મહેસુલ અને પંચાયત વિભાગના ત્રિવેણી સમન્વયથી કામગીરી ઝડપી બનાવી સાથે સરકારશ્રીને ધ્યાને મુકી અહીંના લોકોને શક્ય એટલી મદદ કરવાનો અભિગમ અપનાવી જિલ્લા તંત્રની કટીબધ્ધતા સફળ બની અમલપાડા ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન થયું અને અહીંના લોકોને આઝાદી પછી સૌપ્રથમવાર પંચાયત ચૂંટણી માટે મતાધિકાર પ્રાપ્ત થયો છે. પહેલા અહીંના લોકો ફક્ત વિધાનસભાની ચૂંટણીમાં જ મતદાન કરી શકતા હતા. હવે પંચાયતનું વિભાજન થતા જંગલ વિસ્તારના આ લોકો આગામી પંચાયતની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ઉપયોગ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है