
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર તાપી
સોનગઢ તાલુકાનાં કુમકુવા ગામના રોડ પર એક બાઈક ગરનાળાના પુલિયા સાથે અથડાતા ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો હતો.
તાપી: સોનગઢ ; મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના પટેલ ફળીયામાં રહેતા 53 વર્ષીય ભીમજીભાઈ ભીલીયાભાઈ ગામીત તા.11મી ફેબ્રુઆરી નારોજ પોતાની સપ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/26/એચ/1281 લઈ પોતાના પિતાજી ભીલીયાભાઈ ગામીત ને ઘરે ઉતારી ગયા હતા અને પોતાના કોઈ કામના અર્થે સોનગઢ આવેલ હતાં, અને સોનગઢ થી પરત ઘર તરફ જતી વખતે તેઓની મોટર સાયકલ સોનારપાડા ગામની સીમમાં કુમકુવા રોડ ઉપર આવેલ ગોગામહારાજના મંદિર સામે આવેલ ગરનાળાના પુલિયા સાથે બાઈક અથડાવાથી ભીમજીભાઈ ગામીત ગરનાળાની સામેની સાઈડ ફેંકાઈ ઉંધા પડેલ જેના કારણે તેઓને માથામાં પાછળના ભાગે જમણી બાજુ તેમજ શરીરે ઈજા થવાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, આ ઘટના થી સમગ્ર વિસ્તારમાં તરહે તરહે ની વાતોએ જોર પકડ્યું હતું.
બનાવ અંગે રાજેશભાઈ ભીમજીભાઈ ગામીતની ફરિયાદના આધારે તા.12મી ફેબ્રુઆરી નારોજ સોનગઢ પોલીસે અકસ્માત બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.