લાઈફ સ્ટાઇલ

મહુવાના વસરાઇ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

મહુવાના વસરાઇ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા રાષ્ટ્રીય સ્થર નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:

રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે-સાથ  લોકોએ માણ્યો પરંપરાગત આદિવાસી વ્યંજનોનો આસ્વાદ

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સામાજીક આર્થિક અને શૌક્ષણિક સ્થિતિ અંગે કરાયું ગહન ચિંતન

સુરત/મહુવા: સુરત જીલ્લા સ્થિત મહુવા તાલુકાના વસરાઇ  ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા રાષ્ટ્રીય કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જેમાં અનેક સમગ્ર દેશભરમાં થી  રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.  આદિવાસી સમાજની આગવી કલા અને રૂઢી ગત  સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે લોકોએ અહીં પરંપરાગત આદિવાસી વ્યંજનોનો સ્વાદ માણ્યો હતો.

વસરાઇ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામ, લેહ-લદ્દાખ, છત્તિસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા તેમજ ગુજરાતની પરંપરાગત વેશભૂષા તેમજ પારંપરિક વાદ્યોના તાલે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પારંપરિક આદિવાસી વ્યંજનો ઢેકળા, પનું, કાળી ચાહ, ઉંડા, ઉબાડિયું, ચીખડી, પનેલા, ચણા, નાગલી અને ચોખાના રોટલા, વાલ, ભડકુ, પાતરા, છાશ, બફાણું, ચટણી રોટલા, દેશી દાળ અને દેશી ભોજન સહિતની વાનગીઓએ આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયેલ  લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

દેશભરમાંથી આવેલી સાંસ્કૃતિક ટીમોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આસામનું બિહુ નૃત્યુ, ઝારખંડનું નગાડા નૃત્યુ, લદ્દાખનું અલીઆરકો નૃત્ય, મધ્યપ્રદેશનું હોળી નૃત્યુ રાજસ્થાનનું ઘુમર નૃત્યુ, મહારાષ્ટ્રનું માવલી નૃત્યુ, છત્તિસગઢનું ભોજલી નૃત્ય અને ગુજરાતના તુર નૃત્યુ, રાઠવા નૃત્યુ અને ટીમલીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

દેશભરના વિવિધ રાજ્યો દ્વારા  આદિવાસી સમાજની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ તેમજ સામુદાયિક સ્વાવલંબન થીમ પર આયોજીત આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સામાજીક આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, દિલ્હી, આરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન અને ગુજરાત સહિત ૧૪ રાજયોમાંથી આવેલા પ્રતિનિધિમંડળો વચ્ચે દેશભરના આદિવાસી સમાજની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ અને સ્વાવલંબન થીમ પર સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ અનેક પડકારો, સ્થાનિક સમસ્યાઓ અને અનેક બાબતો પર વકતવ્યો રજૂ કર્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આશય સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા આદિમ જીવનમૂલ્યોને ટકાવી રાખી આદિવાસી સમાજના શાંત અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા આદિવાસી સમાજની સામે ઉભેલા ભવિષ્યના પડકારો અંગે પણ સંવાદ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના આદિવાસી આગેવાનો, ચિંતકો, રાજકીય, સામાજીક અને સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है