શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજ રોજ ડુમખલ ગામ ખાતે નેચરલ વિલેજ ગ્રૂપ નર્મદા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી;
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા દ્વારા વિશ્વ યોગ દિવસ ને અખંડ ભારત માં દરેક ગામ, પ્રદેશ, વિસ્તાર અને દરેક સમાજના લોકો ને યોગ સાથે જોડી યોગમય બનાવવામાં સહભાગી NVG ગ્રૂપ ના પ્રમુખ ભરત એસ તડવી, સરકારી માધ્યમિક શાળા ડુમખલના યોગ શિક્ષક સુરેન્દ્રભાઈ વસાવા, યોગ ટ્રેનર પ્રવીણભાઈ તડવી, ડુમખલ ગ્રુપ.ગ્રામ પંચાયત ના સરપંચશ્રી અને તલાટી સાહેબ શ્રી, તાં.પં.સભ્ય ગણપતભાઇ તડવી, ચેતનભાઈ પરમાર અને સ્થાનિક ગ્રામ્ય લોકોની સાથે મળીને દેડિયાપાડા ના ડુમખલ ગામ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઇ હતી, જે કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જીવન ને તંદુરસ્ત બનાવી રાખવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. યોગ શિક્ષક અને યોગ ટ્રેનર દ્વારા તાલીમ આપી યોગ વિશેની વિવિધ સમજણ અપાઈ અને અંતમાં યોગ તાલીમાર્થીઓ સાથે અલ્પાહાર લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.