
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
181 મહિલા અભ્યમ નર્મદાની ટીમે માતાઓનું મેડિકલ ચેકઅપ કરાવી મધર્સ ડે ની ઉત્સાહભેર ઉજવણી કરી:
નર્મદા: મધર્સ ડે એ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વની માતાઓને આદર આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકો તેમની માતા સાથે સમય વિતાવે છે અથવા તેમને ભેટ આપીને અથવા તેમના માટે કંઈક વિશેષ કરીને તેમના પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત તમામ પ્રોજેકટ તરફ થી મધર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓ અને તેમની માતાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા મધર્સ ને ફૂલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
મોબાઈલ હેલ્થ યુનિટ ની મેડીકલ ટીમ દ્વારા માતાઓ નું બ્લડ ટેસ્ટ, સુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન આંખોની તપાસ સાથે ચેકઅપ કરી આરોગ્ય રિપોર્ટ આપવામાં આવ્યો હતો, આ રીતે માતાઓ પોતાના આરોગ્ય બાબતે સભાનતા કેળવી શકે અને તંદુરસ્ત રહી શકે. 181 અભયમ નર્મદા ની ટીમે લાભ લીધો હતો. આ સાથે આરોગ્ય સભાનતા સાથે નો મધર્સ ડે ની ઉજવણી નો પ્રસંગ અનોખો બની રહ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા