શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
હનુમાનબારી વિજયા ટાઉનશીપ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું:
સમગ્ર વાંસદા વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓમાં ઇમર્જન્સી સારવાર વખતે ઉભી થતી લોહીની જરૂરિયાત ને પોંહચી વળવા યુવાઓમાં બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજી ને જાગૃકતા લાવવી જરૂરી..!!
દિવ્ય રોહીત મંડળ, જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા આયોજીત તેમજ શીવમ હોસ્પિટલ હનુમાનબારી ,લાયન્સ ક્લબ ઓફ વાંસદા , ઇન્ડિયન રેડક્રોસ વાંસદા , ગ્રામ પંચાયત હનુમાનબારી, વેપારી એસોસિએશન હનુમાનબારી , રોહિનીમ ઓટો હનુમાનબારી, દિવ્ય ગણેશ મંડળના યુવાઓ કાર્યકર્તાઓ હાજર રહયા. દરેકને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વાંસદા તા.17 ડિસેમ્બર આજરોજ સ્વ- દિવ્યેશભાઈ એચ.સોલંકી ની 19મી પુણ્યતિથિ નિમિત્તે દિવ્ય રોહીત મંડળ, જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા આયોજીત તેમજ શીવમ હોસ્પિટલ હનુમાનબારી ,લાયન્સ ક્લબ ઓફ વાંસદા , ઇન્ડિયન રેડક્રોસ વાંસદા , ગ્રામ પંચાયત હનુમાનબારી, વેપારી એસોસિએશન હનુમાનબારી , રોહિનીમ ઓટો હનુમાનબારી, દિવ્ય ગણેશ મંડળ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 38 જેટલાં યુનિટ એકત્ર કરવામાં આવ્યુ હતું આ રક્તદાન કેમ્પમાં દિવ્ય રોહિત મંડળ હનુમાનબારી ના પ્રમુખશ્રી ધીરેનભાઈ સોલંકી, ઇન્ડિયન રેડક્રોશના પ્રમુખશ્રી જયવીરેન્દ્રસિંહજી સોલંકી, શ્રી પ્રધ્યુંમનસિંહ સોલંકી, લાયન્સ કલબ ઓફ વાંસદાના પ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકી, હનુમાનબારી ના સરપંચશ્રી રાકેશભાઈ પટેલ, શિવમ હોસ્પિટલના ડૉ. મનીષભાઈ પટેલ, ડૉ. જિજ્ઞાસા બેન પટેલ, ર્ડા. ભાવેશભાઈ, હનુમાનબારી વેપારી મંડળના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ, દિવ્ય ગણેશ મંડળના મિત્રો, સામજિક કાર્યકર્તા શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી તેમજ જેસીઆઈ વાંસદા રોયલની ટીમ ઉપસ્થિત રહી હતી.
તેમજ જેસીઆઇ વાંસદા રોયલના નવા નિમાયેલા પ્રમુખ જેસી મિતુલ ભાવસાર એ દરેક રક્તદાતાઓનો સન્માન કર્યું હતું અને નવયુવાનોને રક્ત આપવા સલાહ આપી.
કાર્યક્રમનું કાળજીપૂર્વક બ્લડ એકત્ર કરવા અને સફળતા આપવામાં એન.એમ.પી બીલીમોરા બ્લડ બેન્કના ડો. તેજસ શાહ અને એમની ટીમને સહભાગી બની હતી