
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા સહિત રાજ્યભર માંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પેપર લીક ને લઈને ભારે આક્રોશ જોવાં મળ્યો :
પેપર લીક કરનારા સામે કડકમાં કડક કાયદો બનવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો કડક કાર્યવાહી ના થાય તો આવનાર સમયમાં અમે વિધાનસભા નો પણ ઘેરાવો કરીશું:-ધારાસભ્ય ચૈતર વસાવા
નર્મદા: ડેડીયાપાડા સહિત રાજ્યભર માંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પેપર લીક થવા નાં સમાચાર મળતાં ભારે નારજગી તેમજ આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટી નાં યુવા ધારાસભ્ય ચૈત્રર વસાવા તરત તેમની પડખે આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા વિનંતી અથવા તો આવેદનપત્ર સાથે વિધાનસભા ઘેરાવો કરવાની ચીમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતેથી જે વિદ્યાર્થીઓ સુરત તેમજ તાપી જિલ્લામાં પરીક્ષા હતી, ત્યારે તમામ વિદ્યાથીઓ વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને પરીક્ષા આપવા માટે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા તરફ જઈ રહ્યા હતા તેમજ ઘણા વિદ્યાર્થીઓ તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે પોહચી ગયા હતા, અને ઘણા વિધાર્થીઓને રસ્તામાં જ સમાચાર મળ્યા કે તેમનું પેપર ફૂટ્યું છે અને પરીક્ષા રદ થઈ છે જેથી ડેડીયાપાડા ના વિદ્યાર્થીઓ માં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો, સાથે વિદ્યાર્થીઓમાં હતાશા છવાઈ ગઈ હતી, પરંતુ ખૂબ જ ભારે આક્રોશ સાથે વિદ્યાર્થીઓ સરકારની સામે નારાજગી જોવા મળી હતી? તો કેટલાક સરકાર નીજ આમાં મિલીભગત છે તવો પણ આક્ષેપ કર્યા હતા, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને સરકારના આવા નકામા તંત્રને બરખાસ્ત કરીને નવી જ ગૌણ સેવા પસંદગીની ભરતી કરવાની માંગ કરી હતી અને આ લોકોને જેલ ભેગા કરવા જોઈએ કારણકે વર્ષોથી આ જ રીતે પેપરો ફૂટ્યા કરે છે અને વિદ્યાર્થીની કારકિર્દી રગડોરાઈ રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓ ભારે હૈયે ત્યાં રડવાનું પણ શરૂ કરી દીધું હતું અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા, ડેડીયાપાડા ના વિદ્યાર્થીઓ સહિત ડેડીયાપાડા ખાતે પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓ પરીક્ષા પહેલાજ પેપર લીક થયુ છે ત્યારે છોટાઉદેપુર થી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી હતી.
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ ભરોસાની ભાજપ સરકાર પર જનતાએ વિશ્વાસ મૂક્યો પણ એક એવી પરીક્ષા સક્ષમ નહિ થઈ કે જે પેપર ફૂટ્યા વગર રહી હોય, ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે બેરોજગારના ગરીબ માતા પિતા એ પેટે પાટા બાંધીને ખેત મજૂરી કરીને ભણાવ્યા છે એમના ભવિષ્ય સાથે ચેડા કરતી આ ભરોસાની ભાજપ સરકાર ને હું કહેવા માગું છું કે પેપર લીક કરનારા સામે કડકમાં કડક કાયદો બનવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો કડક કાર્યવાહી ના થાય તો આવનાર સમયમાં અમે આવેદનપત્ર તો આપીશું જ પરંતુ વિધાનસભા નો પણ ઘેરાવો કરીશું તેવી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ચીમકી પણ ઉચ્ચારી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા