
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા જિલ્લા સેવા સદન ખાતે “નિરામય હેલ્થ કેમ્પ” યોજાયો હતો,
જિલ્લાના તમામ સરકારી વિભાગોના કુલ ૪૦૪ અધિકારી/કર્મચારીઓએ આજરોજ નિરામય હેલ્થ કેમ્પનો લાભ લીધો..
તાપી, વ્યારા: નિરામય ગુજરાત અંતર્ગત તાપી જિલ્લાના મુખ્ય મથક જિલ્લા સેવા સદન ખાતે આજરોજ જીલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી.કાપડીયાની પ્રેરણાથી બે દિવસીય અધિકારી/કર્મચારીઓ માટેના નિરામય હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાયો હતો.
આજે પ્રથમ દિવસે તાપી જીલ્લાના જુદા જુદા તમામ સરકારી વિભાગોના કુલ ૪૦૪ અધિકારી/કર્મચારીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના ૧૦ સી.એચ.ઓ, ૪ આર.બી.એસ.કે. ટીમ ૪ મેડીકલ ઓફિસરશ્રીઓની ટીમો તેમજ જનરલ હોસ્પિટલ વ્યારાના ૫ સ્પેશિયાલીસ્ટ તથા આયુર્વેદીક વિભાગની ૨ સ્પેશિયાલીસ્ટ ટીમ અને સન સાઇન ગ્લોબલ હોસ્પિટલ, સુરત દ્વારા ૨ હ્રદય રોગ સુપરસ્પેશીયાલીસ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમા તમામ અધિકારી/કર્મચારીઓની ચેપી અને બીન ચેપી રોગોની તપાસ, બ્લડ સુગર ટેસ્ટીંગ, લોહીનું ઉંચુ દબાણ,(હાઈપરટેન્શન), મધુપ્રમેહ(ડાયાબિટીસ) કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ એનેમિયા, કેલ્શીયમની ઉણપ અને જરૂરી દવાઓ (એલોપેથી, આયુર્વેદ અને હોમીયોપેથીક દવાઓ) સ્થળ પર આપવામા આવી હતી.
આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના નેતૃત્વ હેઠળ ડો.પાઉલ વસાવા,ડો.કે.ટીચૌધરી સહિત ડોકટરો અને આરોગ્ય વિભાગના સ્ટાફે જહેમતભરી કામગીરી ઉઠાવી હતી.