શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનને લીલી ઝંડી આપી:
આહવા : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સંચાલિત મોબાઈલ બ્લડ કલેક્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ.
આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, મોબાઈલ બ્લડ કલેક્શન વાન, ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા જઈ બ્લડ કલેક્ટ કરશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બ્લડ કલેક્શન વાનમા 3 બેડની સુવિધાઓ છે. જેના દ્વારા ઠેર ઠેર ગામડાઓમા જઈ બ્લડ કલેક્ટ કરવામા સરળતા રહેશે.
નાયબ દંડકશ્રીએ આહવા સિવિલ હોસ્પિટલમા આવેલ બ્લડ બેંકની મુલાકાત લીધી હતી. સાથે જ કોરોના વાઇરસ અંગે સાવચેતીના ભાગરૂપે આહવા સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડ, તેમજ ઓક્સિજન પ્લાટની પણ મુલાકાત કીધી હતી.
મોબાઈલ બ્લડ કલેક્શન વાન પ્રસ્થાન વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત, ડો.સ્મિતા, આહવા ગ્રામ પંચાયત સરપંચ શ્રી હરિચંદભાઈ ભોંયે, ઉપ સરપંચ શ્રી હરિરામ સાવંત ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર: રામુભાઈ માહલા ડાંગ જીલ્લા બ્યુરો ચીફ.