શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા
આહવા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે દર્દીઓ સાથે ખિલવાડ, આરોગ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું :
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા આદિવાસીઓ માટે ની જીવાદોરી સમાન એકમાત્ર આરોગ્ય વિષયક સવલતો પુરી પાડતી આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ડાંગ જિલ્લાના વહીવટી તંત્રની બેદરકારી અને સુવિધાનાં અભાવને કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલનાં અનેક મુદ્દાઓને લઈને યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આહવા સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળી રહી છે. તેમજ આહવા હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કે પછી આરોગ્ય વિભાગ ની ઉદાસીનતા ના કારણે અમુક દર્દીઓને પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આહવા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ સુવિધાઓનાં નામે દર્દીઓ સાથે ખિલવાડ કરવામાં આવતું હોય એવું સપષ્ટ દેખાય આવે છે.
ભારતીય બંધારણ કલમ આધારે અનુચ્છેદ 47 ભાગ નં.4 જેમાં સ્પષ્ટપણે લખવામાં આવેલ છે કે,આરોગ્યના સુધારા માટે સરકારે કડક પગલા લાવીને પોતાની ફરજ પાડવા જરૂરી છે. પાર્કિંગ સિડ્યુલ નથી, પૂર્ણ ડોક્ટરો નથી, સારી રીતે સાફસફાઇ નથી, હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી ખાદા ખોરાકની વ્યવસ્થા નથી, ઇમરજન્સી જેવાં સમયે પણ આરોગ્ય સુવિધા માટે સમયસર ડોક્ટરો હાજર રહેતા નથી. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થાય છે.
આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, M.R.I., ચામડીના ડોક્ટર, કુતરા કરડે તેના માટે ઇજેક્શનની વ્યવસ્થા, M.D.ડોકટર, ફિજીશન ડોક્ટર, હાડકાનો ડોકટર, PCV બ્લડ, R.D.0. લોજી વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો દ્વારા ગુજરાત આરોગ્ય મંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.