શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
બજારમાંથી ઘી ખરીદતા પહેલા સાવચેતી રાખજો: ડુપ્લીકેટ ઘી વેંચતા બે વેપારીને જેલ હવાલે કરાયા:
તંત્રએ દરોડા પાડી અખાદ્ય જથ્થો કબજે કરી પૃથ્થકરણમાં મોકલતા છેતરપિંડીનો પર્દાફાશ થતા કાર્યવાહી ગોંડલ ભોજપરા પાસે આશરે એક વર્ષ પહેલાં બે વેપારીઓ દ્વારા શુદ્ધ ઘી નાં નામે અખાદ્ય વસ્તુ પેક કરી બજારમાં વેચી ને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી છેતરપીંડીથી નાણાં કમાવવામાં આવતા હોવાની જાણ પોલીસ ને થતા ગોંડલ તાલુકા પોલીસ ના ઙજઈં એમ.જે. પરમાર, ડી.પી.ઝાલા અને સ્ટાફ દ્વારા દરોડો પાડી આશરે સાત લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ વિભાગની તપાસમાં અખાદ્ય ચીજ હોવાનું સાબિત થતા બંને શખ્સો ની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આશરે એક વર્ષ પહેલાં ભોજપરા પાસે એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં નિલેશ કરિયા અને કરણ છગ એ પોતાના કબ્જાવાળા ગોંડાઉનમા કોઇ આધાર પુરવા કે લાયસન્સ વગર ભેળશેળ યુકત ઘી બનાવી ઉત્પાદન કરી વેચાણ કરતા મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે જાણવા જોગ કાર્યવાહી કરી હતી. અને આ કામે ક્રુટ-સેફ્ટી ઓફીસર ખોરાક અને ઔષધ નીયમન તંત્ર રાજકોટ નાઓએ જરૂરી સેમ્પલો લઇ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ જે મુદામાલનુ પૃથ્થકરણ થઇ અહેવાલ આવતા મદદનીશ કમિશનર ની કચેરી રાજકોટ થી પણ અખાધ્ય પદાર્થ તરીકે હોવાનુ જણાય આવેલ હતું. જેથી આ કામના આરોપીઓએ સાથે મળી પોતાના કબ્જાવાળા ગોડાઉનમા જરૂરી સાધન સામગ્રી મેળવી, પોતાના અંગત ફાયદા સારૂ ગ્રાહકોને ભેળશેળ વાળુ ઘી બનાવી, સુધ્ધ ઘી અને સારી ગુણવતા વાળું હોવાનુ જણાવી પોતાના ગ્રાહકોને વેચાણ કરી, લોકોના જાહેર આરોગ્યને નુકશાન થાય તે રીતે આ ભેળશેળ યુકત ઘીનુ વેચાણ કરી તેઓની પાસેથી ઘી ના ઉંચી કીંમત લઇ, ગ્રાહક સાથે છેતરપીંડી કરી બન્ને આરોપીઓએ આઇ.પી.સી.કલમ 272, 273, 417, 420, 114 મુજબનો ગુન્હો કરેલ હોય તો આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પીએસઆઇ એમ જે પરમાર પી એસ આઇ ડી પી ઝાલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.