
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ડોલવણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને બ્લોક હેલ્થ મેળો યોજાયો:
૬૨૫ લાભાર્થીઓએ લાભ આરોગ્ય વિભાગ હસ્તક કાર્યરત વિવિધ યોજનાઓનો લાભ લીધો:
વ્યારા-તાપી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, તાપી દ્વારા આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચોલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. કાપડિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી યોજનાઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નિરામય હેલ્થ આઈ.ડી. અંતર્ગત લાભાર્થીઓને નિરામય હેલ્થ કાર્ડ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયા હતા. આ મેળા દરમ્યાન નિરામય હેલ્થ કાર્ડ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયા હતા. આ મેળા દરમ્યાન યોગા, ફુડ સેફ્ટી વાન, આરોગ્ય વિભાગના સ્ટોલ, આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલનું નિર્દર્શન પણ કરવામાં આવ્યુ હતુ.
ડોલવણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચોલ ખાતે યોજાયેલ હેલ્થ મેળામાં કૂલ- ૬૨૫ લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યુ હતુ. જે પૈકી ૨૭૨ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અર્પણ કરાયા હતા. ૩૨ લાભાર્થીઓએ ટેલી કન્સલ્ટેશનનો લાભ લીધો હતો. ૧૫૩ લાભાર્થીઓએ ફેમીલી પ્લાનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ. ૭૮ લાભાર્થીઓએ પિડિયાટ્રીકની મદદ લીધી હતી. ૪૦ લાભાર્થીઓએ ગાયનેક્લોજીસ્ટની સેવા લીધી હતી. આંખના ૧૩૨ દર્દીઓએ લાભ લીધો હતો. હાયપરટેન્શન અને ડાયાબિટીસના ૪૩૦ દર્દીઓએ સારવાર લીધી હતી. ૬૮ લાભાર્થીઓએ બ્લડટેસ્ટ કરાવ્યો હતો. હોમીયોપેથીના ૧૩૪ લાભાર્થીઓએ લાભ લીધો હતો.