
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
હરીક્રીષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના ઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અ.હે.કો. મણીલાલ ઘેરીયાભાઇ બ.નં. ૫૫૫ નાઓને બાતમી મળેલ કે, સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના સેલંબા ખાતે કેટલાંક ઇસમો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોયની ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા ધનસુખભાઇ રમેશભાઇ વાળંદ રહે. સેલંબા તડવી ફળીયુ તા.સાગબારા જી.નર્મદા નાને ઝડપી પાડયો હતો, પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા અંગ ઝડતીના રોકડ રૂ. ૨૬,૨૦૦/- તથા મોબાઇલનંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે.માં જુગારધારા ક.૧૨ એ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃતિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્તનાબુદ કરવા પ્રયત્નશીલ છે.


