
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા તાલુકાનાં ગવલાવાડી ગામેથી કુલ કિં.રૂ.૩૪,૭૪૦/-નો ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ;
નર્મદા જીલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સાહેબ શ્રી તથા નાયબ પોલિસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશ પરમાર સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.પી.ચૌધરી સાહેબ શ્રી નાઓના સુપરવિઝન હેઠળ પોલિસ સબ ઇન્સપેકટર સુ.શ્રી એચ.વી.તડવી તથા પોલીસ સબ ઇન્સ્પેટર શ્રી એ.એન.પરમાર તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન તારીખ 13-6-2021 ના રોજ અમલદાર હેડ કોન્સટેબલ મહેન્દ્રભાઇ નટવરભાઇ ને મળેલ બાતમીના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે ગવલાવાડી ગામે બસ સ્ટેન્ડની સામે આવેલ ખુલ્લા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરાની આડાસમાં જાહેરમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ચાર ઈસમો અરવિંદભાઇ સીડીયાભાઇ વસાવા, કિશનભાઇ ભરતભાઇ વસાવા, ભરતભાઇ ગોમાભાઇ વસાવા, રોહીતભાઇ નારસીંગભાઇ વસાવા તમામ રહેવાસી ગવલાવાડી સ્ટેશન ફળીયું તાલુકો દેડીયાપાડા જિલ્લો નર્મદા નાઓ રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલા,
પકડાયેલ ઈસમો પાસેથી જુદા જુદા દરની નોટો મળી આવી રોકડા કુલ રૂ.૧૫,૨૪૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ.૨૦૦૦/- તેમજ મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૨૫૦૦/- તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ નંબર GJ-22-N-0972 ની કિંમત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૪,૭૪૦/- ના જુગારના મુદામાલ સાથે મળી તેમજ બીજા ચાર આરોપીઓ સુનિલભાઇ લાલસીંગભાઇ વસાવા, સંજયભાઇ લાલસીંગભાઇ વસાવા, અક્ષયભાઇ દિનેશભાઇ વસાવા, આઝાદભાઇ ગુરજીભાઇ વસાવા તમામ રહેવાસી ગવલાવાડી નાઓ નાશી જતા જેથી ઉપરોક્ત તમામ ઈસમો વિરુધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી ડેડીયાપાડા પોલીસે કરી છે.