
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જીલ્લાના દેડીયાપાડા માં ગંદકી નું સામ્રાજ્ય લોકો ત્રાહિમામ:
જૂની ટોકીઝ વિસ્તાર અને હોળી ચોક વિસ્તાર માં અવર જવરના રસ્તાઓ પર ગટર ના ગંદા પાણી ફેલાતા રોગચાળો ફાટી નીકળવા ની દહેસત થી લોકો માં ફફડાટ:
ડેડિયાપાડા ગ્રામ પંચાયતની સાફ સફાઈ ના મામલે ઉદાસીન નીતિ:
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે રહેણાંક વિસ્તારમાં ગટરો ના પાણી અવર જવરના રસ્તાઓ ઉપર ફેલાતા લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સાફ સફાઈ અને સ્વરછતા ના ડેડિયાપાડા ગ્રામ પંચાયત દ્વારા જાણેકે ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
ઠેરઠેર ભરાયેલા ગંદા પાણી, ફેલાયેલ ગંદકી થી ચૂંટણી ઢંઢેરામાં “ક્લીન દેડીયાપાડા અને ગ્રીન દેડીયાપાડા” ની વાત થતી હોઈ ત્યારે કેટલા અર્થ માં આ સૂત્ર સાર્થક થયું એ સમજી શકાય છે.
દેડીયાપાડા જૂની ટોકિઝ વિસ્તાર અને હોળી ચોક વિસ્તાર માં ગટર ના ઉભરાતા પાણી ના કારણે ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
શું તંત્ર ઘોર નિંદ્રામાં માં છે? ગ્રામ પંચાયત દ્વારા કેમ સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું નથી? આ પ્રકાર ની ગંદકી ના કારણે લોકો રોગચાળો ફાટી નીકળવાની દેહસત અનુભવી રહ્યા છે. મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે. લોકો માં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તેમને સુરક્ષા નો અહેસાસ કોણ કરાવશે ???
નર્મદા જીલ્લા ની સહુથી મોટી ગ્રામ પંચાયત ડેડિયાપાડા છે અને ત્યાં સ્વરછ નગર સ્વરછ ભારત ના મિશન નાં ધજાગરા ઉડી રહ્યા છે લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા સેવી રહ્યા છે ત્યારે ડેડિયાપાડા માં ઉભરાતી ગટરો થી ફેલાતી ગંદકી ની સમસ્યા કોણ દુર કરશે????
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા