
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
દેવગામ ખાતે આમ આદમી પાર્ટીના યુવા નેતા નિરંજન વસાવાના હસ્તે અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો;
આમ આદમી પાર્ટી અને BTP નાં સૂર બદલાયા છે ત્યારે જોવું રહ્યું આ વિધાનસભાની સીટમાં આમ આદમી પાર્ટી પોતે લડે છે કે BTP સાથે ગઠબંધન કરે છે??
ડેડીયાપાડા તાલુકાનાં ગામડાઓ જેવા કે દેવમોગરા, દેવગામ સહિત અનેક ગામડાઓ માંથી લોકો એ હાલ ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામું આપી હાલ જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલ યુવા નેતા અને ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાના હસ્તે અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ડેડીયાપાડા તાલુકા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ રાજેન્દ્ર વસાવા ના જણાવ્યા અનુસાર હાલ આમ આદમી પાર્ટીમાં અનેક શિક્ષિત યુવાનો જોડાઈ રહ્યા છે અને જે રીતે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શાસન કરી રહ્યા છે, જેમાં વીજળી, મોહલ્લા ક્લિનિક જેવા અનેક મુદ્દાઓ સાથે ગેરંટી આપી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અનેક મુદ્દાઓમાં જે લોકો ને જીવન જરૂિયાત સાથે સ્પર્શી રહ્યા છે, જેવો અનેક મુદ્દાઓ શિક્ષણ આરોગ્યમાં મજબૂતાઈ થી કામ કરીશું જેવો આશા વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેવગામ તેમજ દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, નિવૃત શિક્ષકો તથા મહિલાઓ સહિત માજી સરપંચો, ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના આગેવાનો આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, નિરંજનભાઈ વસાવા ના હસ્તે પાર્ટીની ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
હાલ ડેડીયાપાડા વિધાનસભા ની સીટમાં BTP ના સુપ્રીમો મહેશભાઈ વસાવા પોતે ધારાસભ્ય છે અને અનેક સ્ટેજ ઉપર કેજરીવાલ જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્ટેજ પર દેખાતા હોય છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી BTP અને આમ આદમી પાર્ટીના સૂર બદલાયા છે ત્યારે જોવું રહ્યું આ વિધાનસભાની સીટમાં આમ આદમી પાર્ટી પોતે લડે છે કે BTP સાથે ગઠબંધન કરે છે.