શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા માં લેભાગું બોગસ ડોકટરો નો રાફડો;
વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડા હાટ બજાર ચોકડી ખાતેથી ઝડપાયો;
ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે લાલ આંખ;
નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર છે તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને ગરીબ દર્દીઓને બોગસ ડોક્ટરો દ્વારા આરોગ્ય સાથે ચેડા કરી નાણા કમાવવા નું કે કીમિયો નર્મદા જિલ્લામાં જોવા મળે છે છેલ્લા કેટલાક વખતથી નર્મદા જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારી મેડીકલ કાઉન્સીલ બોર્ડનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેનુ સર્ટી કે, પ્રમાણપત્ર નહોવા છતા ગેરકાયદેસર રીતે પ્રેક્ટીશ કરી રહેલ ડોક્ટરો વિષે માહિતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને બી.આર.પટેલ પો.સબ.ઇન્સ. દેડીયાપાડા તથા મૌલીક પ્રજાપતી મેડીકલ ઓફીસર પી.એચ.સી.સેજપુર તથા બીજા પોલીસ સ્ટાફ તથા મેડીકલ સ્ટાફ સાથે દેડીયાપાડા હાટ બજાર ચોકડી ખાતે આવેલ ડો. સીમુલ કાશીકાંત બીશ્વાસ (મુળ રહે.પાકુરગાચી તા.ભીમપુર જી.નદીયા, પશ્ચીમબંગાળ અગાઉ રહે.પુર્ભાપાડા, નીધીરપોતા, પો ભૈરવચંદ્રાપુર, જી.નદીયા વેસ્ટ બેંગાલ, હાલ રહે.દેડીયાપાડા, નવીનગરી, દશામતાના મંદીર નજીક, તા.દેડીયાપાડા જી.નર્મદા) ના વાખાનામાં રેઇડ કરી હતી. રેડ દરમ્યાન તેની પાસેથી ગુજરાત સરકાર મેડીકલ કાઉન્સીલ બોર્ડનુ એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેનું સર્ટીફિકેટ કે, પ્રમાણપત્ર ન હોવા છતા એલોપેથીકની પ્રેકટીસ કરી એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ, એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સામગ્રી કિમત રૂપીયા ૧૧,૫૭૬/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ ઇ.પી.કો કલમ-૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ-૧૯૪૦ કલમ-૨૭(બી)(૨) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ ની કલમ-૩૦,૩૫ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ બી.આર.પટેલ પો.સબ.ઇન્સ. દેડીયાપાડાને સોંપવામાં આવેલ છે.