આરોગ્ય

થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ અંક્લેશ્વર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ: 

થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ અંક્લેશ્વર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું સફળ આયોજન;

સર્જન વસાવા, નેત્રંગ: તા.16,ફેબ્રુઆરી, 2025 ને રવિવારના રોજ નેત્રંગ તાલુકાની એક લવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ અંક્લેશ્વર, ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા,
રિદ્ધિ ફાર્મા અંક્લેશ્વર, એસ.બી.મોદી પરિવાર, શ્રી નવકાર બ્લોપેક અંક્લેશ્વર નાં સહયોગ થી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસ નાં ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આજના આપના જીવનશૈલીમાં આરોગ્ય પ્રત્યેની લાપરવાહી યોગ્ય આહાર અને માનસિક તણાવના લીધે અનેક રોગો વધતાં જાય છે તેમજ આજના મોંઘવારી ભર્યા સમયમાં બધાને સારું તેમજ ગામડાના છેવાડાના લોકો ને પણ સારું આરોગ્ય તેમજ નિદાન પ્રદાન થાય તે હેતુપૂર્વક આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આંખના ડોકટર, સ્ત્રીરોગના ડોકટર,હાડકાના ડોકટર,જનરલ ફિઝીસિયન, જનરલ સર્જન, બાળકના ડોક્ટર, પ્લાસ્ટિક સર્જન, દાતના ડોકટર, હદયના ડોકટર, મગજના ડોકટર, કેન્સર રોગના ડોકટર હાજર રહી તમામ દર્દીઓની મફતમાં નિદાન, સારવાર કરી મફતમાં દવાઓ આપવામાં આવી હતી, તેમજ બ્લડ પ્રેશર, સુગર તપાસ કરી એક્સ રે પણ અહીં જ કરવામાં આવ્યું હતું. તેમજ જે દર્દીઓ નોંધાયેલ છે તેમને ઓપરેશન પણ મફતમાં કરવામાં આવશે. તમામ આવનાર દર્દીઓ માટે ફૂડ પેકેટ અને પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ શિબિરમાં શ્રી મનસુખભાઇ વસાવા સાંસદ સભ્ય ભરૂચ, શ્રી કમલેશભાઇ ઉદાની -ટ્રસ્ટી શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર, શ્રી યોગેશભાઈ જોષી પ્રમુખ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા, શ્રી માનસિહ માગરોલા મંત્રીશ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા, શ્રીમતી આત્મી ડેલીવાલા- મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ -શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ, ડો નિનાદ ઝાલા- જનરલ મેનેજર શ્રીમતી જયાબેન મોદી હો. અંકલેશ્વર તેમજ ડોકટરો, નર્શો અને સ્વયંસેવકો, અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है