શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા વિવિધ આંગણવાડીઓમાં પોષણ માહની ઉજવણીનો પ્રારંભ કરાયો:
વિવિધ આંગણવાડીઓ ખાતે પોષણ શપથ, પોષણ રેલી, ભીંત સુત્રો જેવી પ્રવૃતિઓ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ” અંગે જાગૃતા કેળવવામાં આવી:
વ્યારા-તાપી: પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે “રાષ્ટ્રીય પોષણ માહ’’ની ઉજવણી કરવામાં આવે છે.
જે અન્વયે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતના સ્તરે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા અને પંચાયત સ્તરે વિવિધ સ્થાયી સમિતિઓના સહકાર દ્વારા વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી પોષણ અભિયાન અંગે જાગૃતતા કેળવવાનું આયોજન છે. જેમાં આજરોજ તાપી જિલ્લાની વિવિધ આંગણવાડીઓ ખાતે ગ્રામ્ય અને શહેરી સ્તરે આંગણવાડી કાર્યક્રતા બહેનો અને હેલ્પર બહેનો દ્વારા પોષણ માહનો પ્રારંભ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત પોષણ શપથ, પોષણ રેલી, ભીંત સુત્રો જેવી પ્રવૃતિઓમાં સગર્ભા અને ધાત્રી બહેનો, કિશોરીઓ, શાળા અને આંગણવાડીના બાળકો તથા ગામના નાગરિકોને સામેલ કરી જીવનમાં પોષણની જરૂરીયાત તથા તેના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી.