શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લામાં ૧૦ દિવસનો ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પ યોજાયો.
જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના સમર કેમ્પમાં ૧૪૪૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
તાપી: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી દ્વારા તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી તાપી જિલ્લામાં ૧૦ દિવસનો ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પ હેઠળ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા સમર કેમ્પનું વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કક્ષાએ બેડમીન્ટન, કબડ્ડી, યોગાસન, કુસ્તી, ટેકવાન્ડો, હોકી, એથ્લેટીક્સ, વોલીબોલ રમતના કેમ્પ યોજાયો હતો. આ તમામ રમત દિઠ ૭૫ ખેલાડીઓ ભાગ લીધો હતો. આ ઉપરાંત તાલુકાકક્ષા સમર કેમ્પમાં તાલુકા દિઠ ૦૪ રમતોમાં ૧૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમ તાપી જિલ્લામાં જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના સમર કેમ્પમાં કુલ ૧૪૪૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતનભાઇ પટેલના દેખરેખ હેઠળ થયું હતું.