આરોગ્ય

તાપી જિલ્લામાં આગામી ૧૮ થી ૨૬ એપ્રિલ સુધી બ્લોક હેલ્થ મેળા યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આગામી ૧૮ થી ૨૬ એપ્રિલ સુધી બ્લોક હેલ્થ મેળા યોજાશે:

મેળામાં આરોગ્યની ટીમ નિષ્ણાંત તબીબો સાથે સેવા આપશે:

આગામી ૧૮ એપ્રિલે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઉચ્છલના નારણપુરથી બ્લોક હેલ્થ મેળાનો શુભારંભ:

વ્યારા-તાપી: તાપી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.૧૮ થી ૨૬ એપ્રિલ દરમિયાન તાલુકા કક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓ યોજાનાર છે. જેમાં ૧૮મી એપ્રિલે ઉચ્છલ તાલુકા ખાતે પ્રાથમિક શાળા, નારણપુર, ૧૯મી એપ્રિલ ડોલવણ તાલુકા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચોલ, ૨૦મી એપ્રિલ સોનગઢ તાલુકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા, ૨૧મી એપ્રિલ વ્યારા તાલુકા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી, ૨૨મી એપ્રિલ વાલોડ તાલુકા ખાતે બુલ્લા કાકા સંકુલ વિરપોર, બુહારી, ૨૫મી એપ્રિલ નિઝર તાલુકા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકા , ૨૬મી એપ્રિલ કુકરમુંડા તાલુકા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર કુકરમુંડામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા મળતી સેવાઓ જેવી કે યોગા, મેડિટેશન, ટેલી મેડિશીન, નોન કોમ્નીકેબલ ડિસીઝ (NCD), માતા અને બાળ સેવાઓ(MCH) વગેરે પ્રોગ્રામ વિશે તમામ પદાધિકારીઓ, નાગરિકોને માહિતગાર કરાશે.

 જિલ્લામાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, બીપી. કીડની તેમજ બાળરોગ, સ્ત્રીરોગ, આંખના સંર્જન, કાન-નાક, ગાળના સંર્જન, જનરલ સર્જન વગેરે તમામ સારવાર અને નિદાનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય અંતર્ગત લાભાર્થીઓને PMJAY, HEALH ID કાર્ડ કાઢી આપવામાં આવશે. સમગ્ર તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કપાડીયાના માર્ગદર્શન હેઠળ બ્લોક હેલ્થ મેળાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી ૧૮ એપ્રિલના રોજ સાંસદશ્રી પરભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકા ખાતે પ્રાથમિક શાળા, નારણપુરથી બ્લોક હેલ્થ મેળાનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના તમામ સરપંચો ઉપસ્થિત રહેશે. આ બ્લોક મેળાનો વધુમાં વધુ લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા દ્વારા જાહેરજનતાને નમ્ર અપીલ કરી છે. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है