
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ: રામુભાઈ માહલા
ડાંગ જીલ્લામાં ગ્રામ સેવકની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓની માંગ કરતુ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું:
ગ્રામ સેવકની ભરતી માટે લેવાયેલ તા. ૦૫/૦૬/૨૨ ના રોજ લેવાયેલ ગ્રામ સેવકની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ અને અન્યાય BRS અને ડિપ્લોના વિધાર્થીઓ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું જેમાં હાલમાં લેવાયેલી પરીક્ષા રદ કરી સિલેબસને ધ્યાનમાં રાખી ફરી પરીક્ષા લેવાની માંગ કરાઇ છે,
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડાંગ જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યાને BRS અને ડિપ્લોમાં થયેલ વિધાર્થીઓ દ્વારા આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ તા. ૦૫/૦૬/૨૨નાં રોજ લેવાયેલી પરીક્ષામાં સિલેબસને લાગતો એક પણ પ્રશ્ન પુછવામાં આવ્યો નથી અને પંચાયત રાજનાં પ્રશ્નો બે થી ત્રણ પુછવામાં આવ્યા અને કૃષિ ક્ષેત્રનું જે પ્રશ્નો પુછવામાં આવ્યા તે પી.એચ.ડી. લેવાલના આમ ક્યાક ને ક્યાક આડકતરી રીતે BRS અને ડિપ્લોમાંનાં વિધાર્થીઓ ગ્રામ સેવકની ભરતી માથી બાકાત રહે તેવા પ્રશ્નો પુછવામાં આવ્યા એવામાં થોડામાં પૂરું હોય તેવું રાજ્યમાં અનેક સેન્ટરો પર પેપર બોક્ષનું સીલ ખોલતા પહેલા બે વિધાર્થીની સહી લીધા વગર પેપર આપી દિધાનાં આક્ષેપો લગાવવા તેમજ જો પરીક્ષા રદ કરી ફરી પરક્ષા લેવાય જો આમનાં કરે તો આવનાર સમય માં ગાંધી ચિંધ્યે માર્ગે ચાલીને ન્યાય મેળવશે.