
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: રામુભાઈ માહલા
ચીંચીનાગાવઠા, ડુંગરડા અને વઘઇની કોટવાળીયા વસાહતમા મેડિકલ કેમ્પ યોજાયો ;
આહવા: દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા કોટવાળીયા સ્કીમ અંતર્ગત નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદના માર્ગદર્શન હેઠળ તારીખ 14/03/2023 ના રોજ કોટવાળીયા વસાહત ચિચિનાગાવઠા, વઘઈ, ડુંગરડામા મેડિકલ કેમ્પ યોજવામા આવ્યો હતો.
મેડિકલ કેમ્પમા દર્દીઓનુ ચેકઅપ કરી દવાઓ વિતરણ કરવામા આવી હતી. કોટવાળીયા વસાહતના કુલ 360 જેટલા લાભાર્થીએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમા બોટાનિકલ ગાર્ડન અધિક્ષકશ્રી, કોટવાળીયા સ્કીમ વઘઈના આરએફઓશ્રી, આરોગ્ય ખાતાના ડૉક્ટરશ્રી તથા કર્મચારીશ્રીઓ, તાલુકા સદસ્ય શ્રી, સરપંચશ્રીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.