આરોગ્ય

ગોંડલવિહિર સબ સેન્ટર ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ની ઉજવણી કરવામા આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ગોંડલવિહીર ગામે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ યોજાયો: 

ડાંગ, આહવા: ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાઢવીના કાર્ય વિસ્તારમા આવેલા ગોંડલવિહિર સબ સેન્ટર ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ની ઉજવણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમ વિશેષ કરીને આજના કિશોરી/કિશોરીઓને વ્યસનથી થતા નુકશાન સાથે સ્વાસ્થ્યને લગતા નાનામોટા રોગો સહિત કેન્સર જેવી ગંભીર વિશેની સમજ આપવામા આવી હતી.

આ વેળા કિશોરી/કિશોરીઓને વ્યસન અંગેના પ્રચાર સાહિત્યના વિતરણ સાથે IEC એકટીવીટી પણ કરવામા આવી હતી. નાની ઉંમરનુ કોઇ પણ વ્યસન માંદગી, ગરીબી, અને બરબાદીનુ કારણ બની શકે છે. ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુથી થતા નુકશાન અંગે જાગૃત કરવા સાથે વિવિધ સંસ્થાઓ, અને સરકાર સાથે મળીને તમાકુ મુક્ત ભવિષ્યનુ નિર્માણ કરવાનો છે. 

દરમિયાન COTPA-2003 કાયદા અંગેની કલમો વિશે ચર્ચા કરી, કલમ-૬(અ) મા ૧૮ વર્ષથી નાની વયની વ્યકતિઓમા તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે. આજની કેટલીક શાળાએ ન જતા કિશોરી/કિશોરીઓમા વ્યસનથી થતા નુકશાન અંગેની ખબર હોતી નથી. જેથી તેઓ ઝડપથી વ્યસન તરફ આકર્ષાય છે. તેમના પરિવારોનુ પુરતુ શિક્ષણ ન હોવાને કારણે એ વ્યસન માર્ગે ધકેલાઈ છે. જેને કારણે એ નાની ઉંમરે રોગનો ભોગ બને છે. તમાકુ અને તેની બનાવટ સિગારેટ, બીડી, ગુટખા અને પાન-મસાલાના સેવનથી મોઢાનુ કેન્સર, ટીબી જેવા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુ ને નિકોટીનની લતથી આજના આ યુવાધનને બચાવવાના આશય સાથે તમાકુનુ વ્યસન છોડવા અપીલ કરવામા આવી હતી. 

આ કાર્યક્રમમા હાજર રહેલા જિલ્લા NTCP SW રસીલા સી. ચૌધરી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર મનીષા ચૌહાણ, CHO સ્મિતા ગાવિત, PPTCT કાઉન્સેલર શીલા પટેલ, FHW ગીતાબેન, ASHA ભારતીબેન તેમજ ગામની કિશોરીઓએ આ કાર્યક્મ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है