શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આહવા સિવિલ હોસ્પિટલ એટલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવ્યા બાદ પણ પાયાની સુવિધાઓ માટે જીલ્લાના નાગરિકોને અન્ય જીલ્લામાં રીફર કરવામાં આવે છે, જે ખુબ બેદરકારી ભર્યો વહીવટ કહેવું અતિરેક નથી,
સાવધાન…!! આહવા વિસ્તારમાં કોઈને કૂતરા બચકા ભરે, તો વલસાડ રીફર કરાઈ છે, સહેલાણીઓ સાચવીને ફરજો..?
પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જીલ્લાના સુબીરનું ગામ પાંઢરપાડા જ્યાં તારીખ:-17/08/2023 ગુરુવાર સમય સાંજે 6:00 કલાકે સંધ્યા વસવાટ કરતાં સંદીપ ભાઈ ગાયકવાડ ઉમર વર્ષ ૪ વર્ષ કે જેમને આંખ ના ભાગે એક કૂતરું બચકું ભરી જતાં પીપલદહાડ ખાતે CHC માંસારવાર અર્થે લઇ જવા માં આવ્યા હતા, ત્યાં સારવાર નહી મળતા સુબીર CHC માં રિફર કરવામાં આવી, ત્યાં પણ સારવાર ના થઈ તો આ બાળકીને આહવા ખાતે ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરવામાં આવી , આહવા ખાતે યોગ્ય ઈન્જેકશન ના હોવા ને લીધે , દર વખત ની જેમ આહવા સિવિલ હોસ્પિટલ દ્વારા આ ગરીબ પરિવારને વલસાડ જવા માટે કેહવામાં આવ્યું હતું અને રીફર ફોર્મ પર સહી કરાવી લેવા માં આવી, આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ડાંગ થી તેમજ અન્ય રાજ્ય માંથી પેશન્ટ એટલા માટે સારવાર અર્થે આવતા હોઈ છે, કેમકે અહી હોસ્પિટલ ની બિલ્ડિંગ ઘણી જ વિશાળ અને અત્યાધુનિક સગવડ વાળી છે, બહાર થી વિશાળ દેખાતી આ સરકારી દવાખાનું અંદર થી એટલુજ ખોખલું છે. એક શ્વાન બાઈટ કરે જેવી ઈજા માટે કોઈ પ્રાથમિક ઉપચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ના મળે, કે મસમોટી સિવિલ હોસ્પિટલ માં પણ ના મળે, અને અહીંયા આવતા મોટે ભાગ ના દર્દીઓ ને વલસાડ સિવિલ ના દર્શન કરવા જ પડે છે.
લોકો સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતી સારવાર અર્થે અહી સાજા થવા ની ઉમ્મીદ લઈ ને આવતા હોઈ જ્યાં આરોગ્ય તંત્ર ડાંગ ની ગરીબ જનતા ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું આવ્યું છે. કારણકે અહીંના સ્થાનિક આદિવાસી સમાજ ના દર્દીઓને આ તંત્ર દ્વારા અહીના લોકોના જીવ ની કોઈ પરવા નથી એવું સપ્સ્ટ લાગી રહ્યું છે, આરોગ્ય તંત્ર ક્યારે સફાળે જાગશે એ જોવું રહ્યું, અને ડાંગ જીલ્લા ના આરોગ્ય તંત્ર ઉપર હવે લોકો નો ભરોષો રહ્યો નથી .
પત્રકાર રામુભાઈ માહલા ડાંગ,