
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આયુષ ડોકટર એશોસિયેશનના પ્રમુખ ડૉ. સુનીલ બી. ભુસારા દ્વારા ડોક્ટરોના વિવિધ પ્રશ્નો વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
દિનકર બંગાળ, વઘઈ: આજરોજ ડાંગ જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ અંતર્ગત ક્લિનિકસ અને હોસ્પિટલના રજીસ્ટ્રેશન બાબતે આયુષ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉ.સુનીલ બી. ભૂસારા દ્વારા ડોક્ટરોના વિવિધ પ્રશ્નો વિશે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
આયુષ જનરલ ડોક્ટરોની રજૂઆતો મુજબ ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ અંતર્ગત તમામ ડોક્ટરો જે ક્લિનિક, હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેમણે સરકારના પોર્ટલ Clinical establishment, gipl.in પર જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તથા ડિગ્રી વગરના ડોક્ટરોની પ્રેક્ટિસ પર પ્રતિબંધ લાદવાનું છે.
આ રજીસ્ટ્રેશનને સુચના બાદ ઘણી જગ્યાએ રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરો BAMS, BHMS, BUMS ડોક્ટરો પ્રેક્ટિસ કરતા અટકાવવા તેમજ તેમને બોગસ ડિગ્રી વગરના કે ઉંટવૈધ, ઝોલાછાપ કહી ગેરકાયદેસર રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આવા ડોકટરોની PHC, CHC, RBSK સેન્ટરમાં નિમણૂક થાય છે.
ગુજરાત રજીસ્ટ્રેશન કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ તમામ ડોક્ટરો ભેગા મળીને રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા આયુષ ડોક્ટરો જે નોંધાયેલ પ્રેક્ટિશનર હોય એવા ડોક્ટરોને હેરાન ના થાય તેમના પર ખોટા કેસો ના કરવા સૂચના આપવા માટે એસ.પી. પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં ઝોલાછાપ તથા ડિગ્રી વગરના ડોક્ટરોના લીધે આયુષ ડોક્ટરો BAMS, BHMS, BUMSના ડોકટરોને ભોગ બનાવવાનો વારો આવી રહ્યો છે. જેથી વહીવટી તંત્ર દ્વારા ઝોલાછાપ, ડિગ્રી વગરના ડોક્ટરો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણકે આદીવાસી ભોળી પ્રજાને સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આવા ડોકટરોને કાયમી નિકાલ થાય તે જરૂરી છે.