
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે વિનામૂલ્યે આંખની તપાસ અને ફ્રી માં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતાં.
વત્સલ આશ્રમશાળા કલમકુઈ તા.ડોલવણ જી.તાપી ખાતે ગતરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ટ્રસ્ટ સુરત અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને લક્ષ્મી ડાયમંડ પ્રા.લી. અને સુનિતા ‘સ મેકર સ્પેસ ‘ આયોજિત દ્રષ્ટિ રક્ષા અભિયાન અંતર્ગત આજે વત્સલ આશ્રમશાળાના બાળકોની અને અનેક કલમકુઈ ગ્રામવાસીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી તથા જેમને નંબર હતા તેવા બાળકો અને ગ્રામવાસીઓને ફ્રી માં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા તથા આંખની સમશ્યા ની દવાઓ વિનામૂલ્યે વિતરણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટ સુરત ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઇ પટેલ તથા તેમની ટીમ તથા ગામના સરપંચ શ્રી મનીષાબેન મહેશભાઈ ગામિત તથા ગ્રામજનો, શાળા સ્ટાફ , વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજના વિનામૂલ્યે આંખની તપાસ અને ફ્રી માં ચશ્મા વિતરણ કાર્યક્રમ માટે સુરતના ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓનો વત્સલ આશ્રમશાળા કલમકુઈ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.