
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર પ્રદીપ ગાંગુર્ડે
સરકારનો આદિવાસીઓ પર વિકાસના નામે કરવામાં અત્યાચાર, આંદોલનના મુડમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ:
સાપુતારા: ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી નેતા વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ અને માજી સાંસદ કિશન પટેલની આગેવાનીમાં આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આહવા પેટ્રોલ પંપથી આદિવાસીઓ દ્વારા રેલી કાઢી આહવા સીવીલ હોસ્પિટલ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લો ૯૬ ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવે છે. ડાંગ જિલ્લાની એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલ આહવા ખાતે આવેલી છે અને જેનો લાભ ૩૧૧ ગામથી પણ વધુ આદિવાસી સમાજ તથા અન્ય સમાજ ગરીબ હોવાના કારણે આરોગ્ય માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. પરંતુ સરકાર સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ મંજુર કરી સરકારી હોસ્પિટલ ખાનગી કરણના મુંડ માં જોવા મળી રહી છે.
જેના કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેવા મુદ્દે આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં સુત્રો સાથે રેલી યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ ગાંગુડે, મહિલા પ્રમુખ લતા ભોયે, મહામંત્રી મુકેશ પટેલ, ગીતા પટેલ, સ્નેહલ ઠાકરે, વનરાજ રાઉત, તબરેઝ અહેમદ, બબલુ સહિતના કોંગ્રેસના હોદેદાર હાજર રહ્યા હતા. તેમજ જો ટુંક સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.